દુનિયાની અનેક મોટી કંપનીઓ ઊડતી Car બનાવવા મહેનત કરી રહી છે અને આ સ્પર્ધામાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે ભારતીય મૂળની એક કંપની વિનાટા એરોમોબિલિટીએ એક હાઈબ્રિડ (Hybride) ફ્લાઈંગ Carનું મોડેલ તૈયાર કર્યું છે જે જમીન પર ચાલવાની સાથોસાથ હવામાં પણ ઊડશે. આ Carની મહત્તમ સ્પીડ કલાકના ૧૨૦ કિમી. સુધીની હશે.
ગયા અઠવાડિયે જ કંપનીએ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ મોડેલ બતાવ્યું હતું. આ સાથે જ કંપનીએ તેની કામ કરવાની રીત બતાવતો એક વીડિયો પણ શેર કર્યો હતો. Carની વિગતો જાણ્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે આ કંપની એશિયાની પહેલી હાઈબ્રિડ (Hybride) ફ્લાઇંગ Car ટૂંક સમયમાં તૈયાર કરશે એવો મને વિશ્વાસ છે. આ Carનો ઉપયોગ લોકોને મુસાફરી કરાવવા ઉપરાંત મેડિકલ ઈમરજન્સીમાં પણ કરી શકાશે. કંપની આ ફ્લાઇંગ Carને આ મહિને લંડનમાં યોજાનારા Helitech Expoમાં રજૂ કરવાની છે. તેનું વજન ૯૯૦ કિલોગ્રામ હશે અને તે મહત્તમ ૧૩૦૦ કિગ્રા. વજન ઊંચકી શકશે. તે વીજળી ઉપરાંત બાયોફ્યૂઅલથી પણ ચાલશે.
આ વાંચો…
એક એવી ઇલેક્ટ્રિક કાર જેને જોઇને બધાને ખરીદવાની ઈચ્છા થાય, જાણો તે કાર વિશે
કંપની આ ફ્લાઇંગ Carને આ મહિને લંડનમાં યોજાનારા Helitech Expoમાં રજૂ કરવાની છે. તેનું વજન ૯૯૦ કિલોગ્રામ હશે અને તે મહત્તમ ૧૩૦૦ કિગ્રા. વજન ઊંચકી શકશે. તે વીજળી ઉપરાંત બાયોફ્યૂઅલથી પણ ચાલશે.