LIC ના પોલિસી ધારકો માટે સારાં સમાચાર
હવે પોલિસી સંબંધિત માહિતીની ચિંતા કરવાની જરૂર નથી
ફોન પર જ તમારી પોલિસીની તમામ માહિતી મળી જશે
તમારે પોલિસી સંબંધિત માહિતીની ચિંતા કરવાની છે. જો તમને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તો હવે ચિંતા મુક્ત થઈ જાઓ. હવે પોલિસી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી અથવા અપડેટ્સ માટે LIC એજન્ટની મુલાકાત લેવાની જરૂર નથી.
હવે તમને તમારા ફોન પર LIC પોલિસી, કોઈપણ નવી સ્કીમ અથવા જૂની સ્કીમમાં કોઈપણ નવા ફેરફારો સંબંધિત તમામ માહિતી મળશે. આ માટે તમારે એક સરળ પ્રક્રિયા ફોલો કરવી પડશે.
આ છે પ્રોસેસ
તમારા મોબાઇલ પર એલઆઇસી સંબંધિત દરેક માહિતી મેળવવા માટે તમારે ભારતીય જીવન વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર અપડેટ કરવો પડશે. આ માટે તમારે પહેલાં LICની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર જવું પડશે. પછી યુઝર્સે હોમ પેજની સૌથી ઉપર કસ્ટમર સર્વિસ નામની કેટેગરી દેખાશે.
આ માહિતી LICની વેબસાઈટ પર આપવાની રહેશે
આ કેટેગરી પર ક્લિક કર્યા પછી, યુઝર્સને સ્ક્રીન પર ઘણી સબ કેટેગરી દેખાશે. યુઝર્સે આ કેટેગરીમાં અપડેટ યોર કોન્ટેક્ટ ડિટેલ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ યુઝર નવા પેજ પર આવશે. આ પેજ પર યુઝર્સે બધી વિગતો ભરવાની રહેશે. બધી માહિતી ભર્યા પછી, યુઝર્સને ડિક્લેરેશન વિશે પૂછવામાં આવશે અને તેના પર યસ કર્યા પછી રાઈટ ક્લિક કરો અને સબમિટ કરો.
આ Date એ જન્મેલા લોકો પર શનિદેવ રહે છે મહેરબાન, રંક બની જાય છે રાજા
આ પ્રક્રિયા પછી જો તમે LICના ગ્રાહક છો તો તમને તમારો પોલિસી નંબર પૂછવામાં આવશે. ગ્રાહકે તેનો પોલિસી નંબર દાખલ કર્યા પછી પોલિસી નંબરને માન્ય કર્યા પછી પોલિસી નંબરને વેરિફાઈ કરવો પડશે. આ પ્રક્રિયા પછી યુઝર્સની કોન્ટેક્ટ ડિટેલ સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. આ પછી LIC પોલિસી સાથે સંબંધિત તમામ માહિતી કોઈપણ નવી પોલિસી અથવા જૂની પોલિસીમાં કોઈપણ અપડેટ તમારા ફોન પર નોટિફિકેશન આવવા લાગશે.