આજે આ લેખ દ્વારા અમે તમને Shashvat વિષે જણાવવાના છે જેમણે ખુબ નાની ઉંમરે પોતાનું નામ બનાવ્યું છે. નામ બનાવવાની સાથે તમને જણાવી દઈએ કે તેઓ પૈસા કમાવવામાં પણ ખુબ આગળ નીકળી ગયા છે. જયારે કોઈ સામાન્ય વ્યક્તિ 23 વર્ષનો હોય તો તે જી કોલેજ પૂરું કરીને તે જીવનમાં હવે આગળ શું કરશે એ વિચારતો હોય છે પણ અમુક યુવાનો એવા હોય છે જેમનું નસીબ બહુ નાની ઉંમરે ચમકી ગયું હોય.
બસ તો આ Shashvat એ લોકોમાંથી જ એક છે કે જેની સફળતાની ચર્ચા આજે બધે જ થઇ રહી છે.
હવે તમારા મનમાં આ વિચાર આવતો જ હશે કે શા માટે Shashvat Nakrani ચર્ચા થઈ રહી છે? તો તમને જણાવી દઈએ કે તે ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. તેને IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 દ્વારા બહાર લાવવામાં આવ્યું છે અને 23 વર્ષીય Shashvat નાકરાણીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું નામ પણ સામેલ છે, પરંતુ આજે અમે તમને Shashvat વિશે જણાવીશું.
તમને જણાવી દઈએ કે તે ફક્ત 4 વર્ષમાં અહીંયા સુધી પહોંચી ગયો છે. કમાણી અને પૈસાના મામલે આ વ્યક્તિએ આપણા દેશના કેટલાક ઉદ્યોગપતિઓને પણ પાછળ પાડી દીધા છે. પોતાની મહેનતના દમ ર તેને આ સફળતા મળી છે. જયારે 4 વર્ષ પહેલા Shashvatની ઉંમર 19 વર્ષની હતી ત્યારે તે સમયે તેણે ‘ફોન પે’ કંપનીની સ્થાપના કરી હતી.
એ સમયે તે IIT દિલ્હીમાં છેલ્લા વર્ષનું ભણી રહ્યા હતા. તેણે 2015માં IITમાં એડમિશન લીધું હતું અને ત્યારે તે ટેક્સ્ટાઇલનું ભણવાનું ભણી રહ્યા હતા. 3 વર્ષ પછી તેને આ ડ્રોપઆઉટ કર્યું હતું. તમને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના મલિક બિલ ગેટ્સ એ બંને પણ કોલેજ ડ્રોપઆઉટ જ છે.
હવે તમે જાણો છો કે ભારતપે શું છે? તમને જણાવી દઈએ કે તેની પર QR કોડ છે. ભારત પે એકમાત્ર ક્યૂઆર કોડ છે જે 150 પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ, ગૂગલ પે, ફોનપે સહિત 150 યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન્સ દ્વારા સ્વીકારવામાં આવે છે. આ દ્વારા પૈસા પ્રાપ્ત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે Shashvat નાકરાણી પોતાના દમ પર આ તબક્કે પહોંચ્યા છે. યંગેસ્ટ રિચેસ્ટ સેલ્ફમેડની યાદીમાં તેમનું નામ નોંધાયું છે. માત્ર 22 વર્ષની ઉંમરે, તે ભારતમાં ફિનટેક સ્પેસના સૌથી યુવા સહ-સ્થાપક હતા.
5 વખતની ચેમ્પિયન Mumbai Indians ની નાવડી કેવી રીતે ડૂબી ? જાણો…..
તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021 માં પ્રથમ સ્થાને મુકેશ અંબાણી છે, જે 10 વર્ષથી આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 718000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજા સ્થાને ગૌતમ અદાણી છે, જેમની સંપત્તિ 505900 કરોડ આંકવામાં આવી છે. શિવ નાદર ત્રીજા સ્થાને છે, જેમની સંપત્તિ 236600 કરોડ આંકવામાં આવી છે. ચોથા સ્થાને SP હિન્દુજા અને પરિવારનું નામ આવે છે, પાંચમા સ્થાને LN મિત્તલ, છઠ્ઠા સ્થાને સાયરસ પૂનાવાલા અને સાતમા સ્થાને રાધાકિશન દામાણી આવે છે.