PM કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકારે Farmer ના ખાતામાં 9મો હપ્તો મોકલ્યો છે.
કોરોના વાઇરસ સંક્રમણ મહામારીમાં સામાન્ય જનજીવનને ભારે નુકશાન થયું છે. કોરોના કર્ફ્યૂમાં કારખાના બંધ થવાથી શ્રમિકો (Farmer) ને કામ નથી મળ્યું, જેનાથી આર્થિક સંકટ એક મોટી મુસિબન બની ગઈ. હવે ધીમે-ધીમે કોરોના નબળો પડ્યો છે, ત્યારે આર્થિક ગતિવિધિમાં છૂટ મળી રહી છે.
આવી સ્થિતિમાં હવે કેન્દ્ર તથા રાજ્ય સરકાર જરૂરિયાતમંદોની સહાય માટે આગળ આવી રહી છે.
મોદી સરકાર ફરી એક વખત નાના-સીમાંત Farmer ની મદદ કરવા જઈ રહી છે. PM કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકારે Farmer ના ખાતામાં 9મો હપ્તો મોકલ્યો છે.
આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ માટે વધુ એક ખુશખબરી છે કે સરકાર હપ્તાની રકમ વધારવાની તૈયારીમાં લાગી છે. સરકાર PM કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા જઇ રહી છે. હપ્તો જો ડબલ થાય છે, તો હવે વાર્ષિક 6000ની જગ્યા 12000 રૂપિયા મળશે.
વાર્ષિકઆપવામાં આવે છે 6,000 રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ મુજબ બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી, જેમા PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને બમણી કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે તેના પર નિર્ણય નથી લેવામાં આવ્યો.
PM KISAN : ખોટી રીતે હપ્તો લેનારા પર સરકારે ચાલુ કરી કાર્યવાહી, અમુક રાજ્યોએ વસુલવાનું શરુ કર્યું
લિસ્ટમાં આવી રીતે ચેક કરો તમારુ નામ
સૌથી પહેલા તમારે PM કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ Https://Pmkisan.Gov.In/ પર વિઝિટ કરો. તેના હોમ પેજમાં જઇ તમારે Farmers Cornerના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને Beneficiaries Listનો ઓપ્શન પર ક્લિક કરો. પછી તમારી સામે એક લિસ્ટ આવશે.
તેમા તમારા રાજ્ય, જિલ્લા, ઉપજિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવી પડશે. તેના પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. તેમાં લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે. પછી તમે તમારું નામ ચકાસી શકો છો.