ગુજરાત રાજ્યની પાટનગરની ચૂંટણીના પરીણામ પર તમામ લોકોની નજર હતી, આજે તેનું પરીણામ આવી ગયું છે.જેમાં BJP ની ધમાકેજદાર જીત થઈ છે. જેમાં ગાંધીનગરની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે.
BJP ને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. પીએમ મોદીના ઘરમાં અને અમિત શાહના ગઢમાં તો આપ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પરીણામ બાદ બન્ને પક્ષોએ મંથન કરવાની જરૂર છે.
ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.
ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. BJP ના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ચૂંટણીના પરિણામોમાં BJP એ કેસરિયો લહેરાવી ગાંધીનગર મહાનગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે. બીજી તરફ હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ ગયા છે. BJP એ 11 વોર્ડની કુલ 44 બેઠક પૈકી 41 બેઠકો પર જંગી બહુમતિથી જીત મેળવી કોંગ્રેસ અને આપ પર બુલડોઝર ફેરવ્યું છે.
સરકારી કામ સિવાય પ્રવાસ ન કરવો, ગુજરાતના તમામ નવનિયુક્ત Minister ને CM ભૂપેન્દ્ર પટેલનો હુકમ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP એ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP એ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં BJP એ સ્પષ્ટ બહુમતિ સાથે પાટનગરની મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ચૂંટણી બાદ યોજાયેલી મતગણતરીમાં ભાજપના લગભગ તમામ ઉમેદવારો શરૂઆતથી જ હરીફ પક્ષોના ઉમેદવારો પર લીડ મેળવ્યા રહ્યા. આખરે તેમણે જંગી બહુમતિથી વિજય મેળવ્યો.