Hospital માં દાખલ થવાનું કે મોતનું જોખમ ૫૦ ટકા ઘટાડે છે જો મંજૂરી મળે તો બનશે કોરોનાની પહેલી ઓરલ દવા
કોરોનાની સારવારમાં અમેરિકાની એક નવી દવા બહુ કારગત સાબિત થઇ છે. મર્ક એન્ડ કંપનીની આ ઓરલ દવા મોલનુપીરાવીર ગંભીર દર્દીઓના મોત અથવા Hospital માં દાખલ થવાની જરૂરિયાતને ૫૦ ટકા ઘટાડી નાખે છે. શુક્રવારે કંપની દ્વારા દાવો કરાયો છે કે આ ઓરલ દવાના પરિણામો અંતિમ કલીનીકલ ટ્રાયલમાં બહુ સારા આવ્યા છે. કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે કંપની બહુ જલ્દી અમેરિકામાં આ દવાની પરવાનગી માંગવા માટે યોજના બનાવી રહી છે.
પરિક્ષણમાં ૭૭૫ ભાગ લેનારાઓના આધાર પર ફેઝ-૩ના અભ્યાસના એક વચગાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે મોલનુપિરાવિર સાથે સારવાર કરાયેલ ૭.૩ ટકા દર્દીઓને ૨૯ દિવસની અંદર Hospital માં દાખલ કરાયા હતા. પ્લેસબો પ્રાપ્ત કરનાર દર્દીઓમાંથી ૧૪.૧ ટકા દર્દી Hospital માં દાખલ થયા અથવા ૨૯ દિવસમાં તેમનું મોત થયુ હતું. જેમને ૨૯ દિવસની અંદર મોલનું પીરાવીર અપાઇ હતી તેવા દર્દીઓમાંથી કોઇનું મોત નહોતું થયું જયારે પ્લેસબો ઉપચારિત દર્દીઓમાંથી ૮ના મોત થયા હતા.
લક્ષણોની શરૂઆત અથવા ગંભીર સ્થિતીમાં પણ આ દવાની અસરમાં કોઇ ફરક નહોતો પડયો. આ ઉપરાંત વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું કે મોલનું પીરાવીર એ ગામા, ડેલ્ટા અને મ્યુમાં સતત અસરકારકતા દેખાડી હતી.
કંપનીઓની ચાલાકી, ભાવ યથાવત રાખીને પેકિંગનું વજન ઘટાડ્યુ
મર્કના સીઇઓ અને પ્રમુખ રોબર્ટ ડેવીસે સ્ટેટમેન્ટમાં કહ્યું કે આ દવાના સારા પરિણામો સાથે અમને આશા છે કે કોરોના મહામારી સામે લડવાના વૈશ્વિક પ્રયાસોમાં મોલનુપીરાવીર એક મહત્વપુર્ણ દવા બની શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ફેઝ-૩નું પરિક્ષણ અમેરિકા, બ્રાઝીલ, ઇટલી, જાપાન, દક્ષિણ આફ્રીકા, તાઇવાન અને ગ્વાટેમાલા સહિતના દેશોમાં ૧૭૦થી વધારે જગ્યાએ કરાયું હતું. મોલનુપીરાવીરને સાર્સ-કોવ-૨ના ઉપચાર અને સંચરણની રોકથામ સામેલ છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મોલનુપીરાવીર કોરોનાની પહેલી ઓરલ એન્ટી વાયરલ દવા બની શકે છે.