રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં જેમ જ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ Dhoni મેદાન પર આવ્યા, તેના નામે ખૂબ જ ખાસ રેકોર્ડ બની ગયો. થાલા તરીકે પ્રખ્યાત Dhoni હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 200 મેચમાં કેપ્ટનશીપ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
તેણે આજે રાજસ્થાન સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. Dhoni પહેલા કોઈ પણ કેપ્ટન આઈપીએલમાં 200 મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી શક્યો નથી.
કેપ્ટન તરીકે આ રેકોર્ડ
એમએસ Dhoni તેની IPL કારકિર્દીમાં રાજસ્થાન સામે 200મી મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ટીમે અત્યાર સુધીમાં 119 મેચ જીતી છે. જ્યારે 79 મેચ હારી છે. કેપ્ટન તરીકે Dhoniની જીતની ટકાવારી 60.10 છે. જીતની ટકાવારીની દ્રષ્ટિએ Dhoni IPLનો સૌથી સફળ કેપ્ટન છે.
બીજા નંબરે કિંગ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં બીજા નંબરે છે. તેણે RCB માટે અત્યાર સુધી 136 મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેની ટીમે 62 મેચ જીતી છે. જ્યારે 67 મેચ હારી છે. કેપ્ટન તરીકે કોહલીની જીતની ટકાવારી 48.10 છે.
Virat Kohli એ કેપ્ટનશીપ છોડી, T-20 World Cup બાદ T-20 માટે કોહલી નહી કેપ્ટન
ગંભીર ત્રીજા અને રોહિત ચોથા સ્થાને
આ લિસ્ટમાં ત્રીજા નંબરે ગૌતમ ગંભીર છે. ગંભીરે IPLમાં 129 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જ્યારે પોતાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ખિતાબ જીતાવનાર રોહિત શર્મા આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેણે અત્યાર સુધી 127 મેચમાં કેપ્ટનશીપ કરી છે.