Wednesday, June 18, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

શા માટે ઓટો કંપનીઓ ભારત છોડી રહી છે ? માત્ર પાંચ વર્ષમાં Ford સહિત સાત કંપનીઓએ કહ્યું અલવિદા

Ford ઉપરાંત હાર્લી ડેવિડસન, ફિયાટ, માન, પોલારિસ જેવી સાત મોટી ઓટો કંપનીઓ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી બહાર થઈ ચુકી છે.

September 12, 2021
in India, Knowledge
369
Ford

Ford

31
SHARES
4k
VIEWS

અમેરિકાની કંપની Ford એ હાલ ભારતમાંથી ચાલ્યા જવાનો નિર્ણય લીધો છે. Ford ઉપરાંત હાર્લી ડેવિડસન, ફિયાટ, માન, પોલારિસ, જનરલ મોટર્સ જીએમ, યુનાઇટેડ મોટર્સ મોટર સાયકલ જેવી સાત મોટી ઓટો કંપનીઓ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી બહાર થઈ ચુકી છે. તો ચાલો આજે આપણે આનું કારણ જાણીએ.

આપણા દેશમાંથી વ્યવસાય સમેટનારા લોકોમાં ત્રણ અમેરિકન કંપનીઓ શામેલ છે. જોકે કંપનીઓ પાસે આ વ્યવસાય બંધ કરવાના પોતાના કારણો પણ છે જેમાં મુખ્યત્વે ભારતીય બજારને સમજવામાં વ્યૂહાત્મક ખામીઓ, વેચાણ પછીની ઓછી અને ખર્ચાળ સેવાઓ, નવા મોડેલ લાવવામાં નિષ્ફળતા, દરેક જગ્યાએ સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ ના હોવા વગેરે છે.

જો Ford ઇન્ડિયાની વાત કરીએ તો તે શરૂઆતથી જ મુશ્કેલીમાં છે તે ભારતમાં ક્યારેય પણ નફાકારક રહ્યું નથી. આપણા દેશમાં વોલ્યુમ સેગમેન્ટ પર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે નાની ગાડીઓ ધૂમ મચાવી રહી છે જેના કારણે જ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ ભારતીય બજાર પર શાસન કરી રહી છે. Ford એવી કોઈ દમદાર ગાડી લાવી શક્યું નહિ કે, જે બજારમાં અન્ય ગાડીઓને ટક્કર આપી શકે છે. આ સિવાય તેમની સર્વિસ પણ વધુ સારી ના હતી જેના કારણે તેમણે ભારતીય બજારમાંથી પીછેહઠ કરવી પડી.

ઓટો એક્સપર્ટ ટુટુ ધવન કહે છે, નવા ઉત્પાદનો લાવવામાં નિષ્ફળ, ખર્ચાળ અને નબળી સર્વિસ, સ્પેર્સ પાર્ટ્સ ના મળવા વગેરે કારણોસર Ford ભારતીય ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઇ. આ કંપની અહીં 15 વર્ષ જૂના મોડેલો પર નિર્ભર હતી, જ્યારે બાકીની કંપનીઓ દર 2-3 વર્ષે નવું મોડેલ લઈને આવે છે.

અમેરિકન કંપની જનરલ મોટર્સમાં પણ આવું જ હતું. જનરલ મોટર્સની શેવરોલેટ બ્રાન્ડે ક્યારેય માર્કેટમાં સ્થાન મેળવ્યું નથી. યુ.એસ. કંપનીઓ સસ્તી અને મૂલ્ય આધારિત ઉત્પાદનો લોન્ચ કરવામાં નિષ્ફળ ગઈ. એક કારણ એ છે કે, અમેરિકન કંપનીઓના કુલ ટર્નઓવર અને નફામાં ભારતીય વ્યવસાય ખાસ ફાળો આપતો નથી તેથી, નુકશાની સહન કરવાની જગ્યાએ કંપની બંધ કરવાનો વિકલ્પ પસંદ કર્યો.

ઇટાલિયન કાર કંપની ફિયાટ વર્ષોથી ભારતમાં પ્રતિષ્ઠિત હતી. તેણીએ પહેલા પણ એક વખત પોતાનો સિક્કો અહીં જમા કરાવ્યો હતો. તેના આધારે જ તેણે ફરી આપણા દેશમાં Punto, Linea જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી પરંતુ, ફરીથી કંપનીને વધારે સફળતા ન મળી અને તેણે વર્ષ 2020 માં તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું. અમેરિકન યુનાઇટેડ મોટર્સે લોહિયા મોટર્સ સાથે ભાગીદારીમાં ભારતમાં પ્રવેશ કર્યો પરંતુ, તેની મોટરસાયકલો ભારતીયોને પસંદ ન હતી અને તેમની નબળી ગુણવત્તા વિશે પણ ઘણી ફરિયાદો હતી, જેના કારણે કંપની ભારતમાં ટકી શકી ન હતી.

અમેરિકન લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ હાર્લી ડેવિડસનની વિદાય તેના ભારતીય જાણકારો માટે આઘાતજનક હતી. કંપનીએ સપ્ટેમ્બર 2020 થી તેનો ભારતીય વ્યવસાય બંધ કરી દીધો. તે એક પ્રીમિયમ સેગમેન્ટમાં છે અને તેની પ્રોડક્ટ્સ આયાત પછી ખૂબ મોંઘી થતી હતી જેના કારણે તે સફળ થઈ શકી ન હતી. આઇશર મોટર્સે 2013 માં અમેરિકન કંપની પોલારિસ સાથે મળીને ભારતમાં પોતાની કાર વેચવાનું શરૂ કર્યું હતુ પરંતુ, ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ના સમજવાને કારણે આ કંપની પોલારિસે પણ માર્ચ 2018 માં પોતાનો વ્યવસાય બંધ કરવો પડ્યો હતો.

Bhaskar જૂથ – અખબારના નામે રૂપિયા ૩૫૦૦ કરોડની હેરાફેરી

ફોક્સવેગનની ટ્રક અને બસ ઉત્પાદક મેનને પણ વર્ષ 2018માં ભારતમાંથી પોતાનો વ્યવસાય પાછો ખેંચવો પડ્યો હતો. આ કંપની ભારતીય બજારની જરૂરિયાતોને સમજી શકી નહિ અને તેના ઉત્પાદનો અહીં કામ કરતા નથી. તેને ભારતમાં ટાટા અને અશોક લેલેન્ડ પ્રોડક્ટ્સ તરફથી ભરપૂર સ્પર્ધા મળી રહેતી.

ભારતીય બજારમાં નાની, સસ્તી અને સારી ગુણવત્તાવાળી ગાડીઓનું પ્રભુત્વ છે જેમકે, મારુતિ, હીરો અને હ્યુન્ડાઇને આ કારણે ઘણી સફળતા મળી છે. જેણે આ સેગમેન્ટમાં ગાડી લાવવામાં વિલંબ કર્યો છે તે માર્કેટમાંથી ફેંકાઈ ગયુ છે. જાપાની કંપની હોન્ડા કાર્સની મુશ્કેલીનું કારણ પણ આ જ છે. હોન્ડાએ હજુ ભારતમાંથી બહાર જવાનું બાકી છે પરંતુ, તેણે ગ્રેટર નોઈડામાં તેનો પ્લાન્ટ બંધ કરી દીધો છે અને આ કંપની હાલ મુશ્કેલીમાં ચાલી રહી છે.

હોન્ડા, નિસાન, ફોક્સવેગન, સ્કોડા જેવી અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં રોકાણ કરવામાં અચકાતી હોય છે. ઓટો કંપનીઓએ કોરોના પછી આ વર્ષે વેચાણમાં થોડો સુધારો થવાની અપેક્ષા રાખી હતી પરંતુ, ચીપની અછતને કારણે આ વર્ષે પણ તહેવારોની સીઝન મંદી રહેવાની ધારણા છે, ઓટો સેક્ટર અને અર્થતંત્રના ભવિષ્ય અંગે હજુ પણ લાંબા ગાળાની અનિશ્ચિતતા છે. આ કારણોસર Ford માટે કોઈ આશા બાકી નહોતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો વર્ષ 2020 માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમાર્કેટ હોત પરંતુ, કોરોનાની સમસ્યાએ બધું જ ગડબડ કરી નાખ્યું. Ford કાર ઘણી મોંઘી હતી પરંતુ, વેચાણ પછીની સેવા ખૂબ જ નબળી હતી જેના કારણે તે ભારતીય ગ્રાહકોને પસંદ ના હતી. બીજી તરફ કિયા મોટર્સ, એમજી મોટર્સ જેવી નવી કંપનીઓએ ભારતીય બજારને સમજ્યું અને એસયુવી જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી, જેના કારણે તેમને સારી સફળતા મળી રહી હોવાનું જણાય છે.

Previous Post

Gujarat New CM : ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે Bhupendra Patel ની નિમણુક, ભાજપે કરી આશ્ચર્યજનક જાહેરાત

Next Post

Nitin Patel મહેસાણી સ્ટાઈલમાં બોલ્યાં : એવું ન સમજતા એકલો રહી ગયો, કોઈને ખોટું લાગે કે ખરું મારે તો…

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Nitin Patel

Nitin Patel મહેસાણી સ્ટાઈલમાં બોલ્યાં : એવું ન સમજતા એકલો રહી ગયો, કોઈને ખોટું લાગે કે ખરું મારે તો...

Swiss-banking

Swiss Bank નો મોટો નિર્ણય :ભારતમાં રિયલ એસ્ટેટની મોટી હસ્તીઓ ના નામ જાહેર કરશે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News