રિયલ એસ્ટેટમાં કાળી કમાણી કરનારની હવે ખેર નથી: Swiss Bank આવતા મહિને ભારતને સોંપશે ડેટા
રિયલ એસ્ટેટમાં કાળી કમાણી કરનારાના નામ Swiss Bank જાહેર કરશે Swiss Bankના અધિકારીઓએ જણાવ્યું કે Swiss Bank માં ગુપ્ત ધન રાખનાર રિયલ એસ્ટેટના ખેરખાઓના નામ પહેલી વાર ભારતને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે સ્વિઝરલેન્ડ દ્વારા જે પણ ડેટા આપવામાં આવશે તેમાં ભારતીય નાગરિકોને ત્યાંની રિયલ એસ્ટેટની પ્રોપર્ટી અને આ પ્રકારે થયેલી સંપત્તિની કમાણીના ડેટા આપવામાં આવશે.
કાળા નાણાં સામેની લડાઈમાં તેને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સ્વિસ પક્ષ ભારતીય નાગરિકોની સરકારને ડેટા પ્રદાન કરશે જેમના ફ્લેટ અને એપાર્ટમેન્ટ છે. આ મિલકતોમાંથી થતી કમાણીની વિગતો પણ આપવામાં આવશે જેથી સરકાર તેમના પર કોઈ કરજવાબદારી છે કે કેમ તે ચકાસી શકે.
આ ત્રીજી વાર છે જ્યારે ભારતને સ્વિત્ઝર્લેન્ડના નાગરિકોના બેંક ખાતાઓ અને નાણાકીય સંપત્તિવિશે માહિતી મળશે. પરંતુ પહેલી વાર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ સાથે સંબંધિત માહિતી શેર કરવામાં આવશે. જોકે, બિન-નફાકારક સંસ્થાઓમાં કરવામાં આવેલા યોગદાન અને આવી અન્ય સંસ્થાઓ ઉપરાંત ડિજિટલ ચલણમાં રોકાણને ઓટોમેટિક એક્સચેન્જ પ્રોગ્રામમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે એલન મસ્કની Google સાથે ડીલ
ચાલુ મહિનામાં જે રિયલ એસ્ટેટના ખેરખાઓના નામ જાહેર થવાના છે તેમાં દેશના જાણીતા અને મોટા માથાઓના નામ હોઈ શકે છે. નામ ન આપવાની શરતે Swiss Bankના એક અધિકારીએ જણાવ્યું કે કાળા નાણા દ્વારા અહીં એપાર્ટમેન્ટ અને બીજી પ્રોપર્ટી ખરીદનાર ભારતીયોના નામ જાહેર કરવામાં આવશે.