નાયબ મુખ્યમંત્રી Nitin Patel નું મોટું નિવેદન
આજના દિવસે તમને જાત જાત ના પ્રશ્નો થતા હશે
મેં દરખાસ્ત મૂકી હતી નવા મુખ્યમંત્રી માટે
નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી છે
આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભુપેન્દ્ર ભાઈ મારી ઓફીસ આવે છે
સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મહેસાણા પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી Nitin Patel એ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, આજના દિવસે તમને જાત-જાતના પ્રશ્નો થતાં હશે.
પરંતુ મેં જ દરખાસ્ત મુકી હતી નવા મુખ્યમંત્રી માટે. નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી જ છે.
અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્ર ભાઈ મારી ઓફીસે આવે છે : Nitin Patel
તો ભૂપેન્દ્ર પટેલને લઈને પણ મહત્વનું નિવેદન આપતા Nitin Patel એ કહ્યું હતું કે, આજનું મારું સ્થાન કડી, મહેસાણાને આભારી છે અને મને કોઈ કાઢી શકે તેમ નથી અનેક ચડતી-પડતી મેં જોઈ છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્ર ભાઈ મારી ઓફીસે આવે છે. હું તો આખા બોલો છું, આપણે તો મહેસાણા જિલ્લો એટલે જે આવે એ બોલી દઉં.કોઈને ખરું લાગે કે ખોટું લાગે એ મારે નથી જોવાનું, મારે તો પ્રજાના કામ થાય તે જોવાનું છે.
એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું : Nitin Patel
Nitin Patel એ કહ્યું હતું કે, ટીવી મીડિયા ગમે તેને ગમે તે બનાવી દે છે.મારુ એકલાનું નહીં પરંતુ ભલ-ભલાના ટીવીમાં નામ ચાલતા હતા એટલે એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું.બીજા રાજ્યો દેવાળિયા થઈ ગયા, આજે નાણામંત્રી તરીકે કહેતા ગર્વ થાય છે કે ગુજરાતમાં ક્યાંય કસર રહેવા દીધી નથી.
નવા મંત્રીમંડળ અને DyCMના પદને લઈને પાટીલનું મોટું નિવેદન
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આવતીકાલે જ મુખ્યમંત્રી પદના શપથ લેવાની નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી. ત્યારે મંત્રી મંડળને લઈને પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આવતીકાલે માત્રને માત્ર રાજ્યના નવા મુખ્યમંત્રી જ શપથ લેવાના છે.નવું મંત્રીમંડળ બનશે તે ચર્ચા બાદ નક્કી કરીશું.
નવા મંત્રી મંડળ અંગે પાટીલનું મોટું નિવેદન
આ સાથે જ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, DyCMના પદ માટે કોઈ ચર્ચા નથી થઈ આગામી સમયમાં નવા મંત્રી મંડળ અંગે ચર્ચા કરાશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે. તો સિનિયર નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની વાત પાટીલે ઉચ્ચારી હતી.
ભૂપેન્દ્ર પટેલનું રાજકીય બેકગ્રાઉન્ડ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.
Mark Zuckerberg : 1,400 એકર જમીન તેમજ 10 આલિશાન બંગ્લોઝના છે માલિક
મૃદુભાષી પટેલનાં હાથમાં ગુજરાતની સરકાર
નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે