શિકાગો ઓટો શોમાં એક ટેસ્ટ ડ્રાઇવ પછી Electric મસ્ટૈંગ Mach- E ક્રોસ ઓવરમાંથી બહાર નિકળતા જ જિમ નીરમેન ખૂબ જ ઉત્સાહિત દેખાયા. હાઈ સ્કૂલ ઓટો શોપના ટીચરે જણાવ્યું કે બાર રે બાપ !! મે ઘણી બધી Electric કાર ચલાવી છે પરંતુ આ એક રોકેટ શિપની જેમ છે. 54 વર્ષીય નીરમેન એ હજારો લોકોમાંથી એક છે, જે આ પાંચ દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. વર્ષ 2020માં શરૂ થયેલી કોરોના મહામારી પછી આ દેશનો સૌથી મોટો ઓટો શો છે.
આ કોઈ સામાન્ય શિકાગો ઓટો શો નથી, તેમા દરેક કાર કંપનીએ તેમા ભાગ લીધો.
જોકે આ શો અગાઉના શો કરતા નાનું છે. આ શો મારફતે ફોર્ડ મોટર, ફોક્સવેગન અને બીજી વાહન કંપની તેનો વધુમાં લાભ લાભ મેળવવાના પ્રયાસમાં છે. તેમા નવી Electric કાર પ્રદર્શિત થઇ. મેકકોમિક પ્લેસ કન્વેશન સેન્ટરની અંદર વાહનોને પ્રદર્શિત કરવા ઉપરાંત વાહન બનાવતી કંપની નવા વાહનોમાં ટેસ્ટ ડ્રાઇવ અને મુસાફરી કરાવી રહ્યા છે. ઓટો અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારની પહેલ દ્વારા Electric વ્હીકલ અપનાવવાના પ્રયાસને મજબૂતી મળશે.
Last chance today to post your favorite vehicle pictures! Tag your pictures with #CAS2021 for the chance to win gift cards from local Chicago faves like @ConniesPizza! 🍕 pic.twitter.com/x2yxeMfick
— Chicago Auto Show (@ChiAutoShow) July 17, 2021
જોકે આ ઓટો શોમાં ઘણી કંપનીઓ જોવા મળી હતી, પરંતુ ફોર્ડ મોખરે હતી. આજે અમે તમને એવા ત્રણ વાહનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે આખા શોને હચમચાવી નાખ્યો હતો. એટલે કે ભવિષ્યમાં તમારી પાસે કયો વાહન આવી શકે છે, તેનો અંદાજ તમે આ કારમાં ઉપલબ્ધ ટેક્નોલોજીથી લગાવી શકો છો.
ઘરના ધાબાની મદદથી કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે ?
કિઆ EV6
કિઆ માર્કેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહી છે. કિઆના વાહન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એવામાં EV6 કંપનીની પ્રથમ Electric ક્રોસઓવર છે. આ કાર માત્ર 18 મિનિટની અંદર 80 ટકા ચાર્જ થઇ શકે છે. જ્યારે ફુલ ચાર્જ થવા પર તે 580 કિમીની રેન્જ આપે છે. તેનો લુક સ્પોર્ટ્સ કાર સમાન છે, જ્યારે તે પોર્ટેબલ પાવર જનરેટને પણ સપોર્ટ આપે છે. તેનાથી તમે ઈ બાઇક, ઘરની Electric વસ્તુ ચાર્જ કરી શકો છો. તેની કિંમત 33થી 36 લાખ રૂપિયાની વચ્ચે છે.
નિસાન એરિયા
આ નિસાન કાર સંપૂર્ણ Electric કાર છે. કારના ઇન્ટિરિયરને સ્ટારશીપની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં તમને પાવર સ્લાઇડિંગ કન્સોલ મળે છે, જે તમે તમારી જરૂરિયાતો મુજબ એડજસ્ટ કરી શકો છો. કારને એપલ કારપ્લે, એલેક્સા અને એન્ડ્રોઇડ માટે વાયરલેસ ઇન્ટીગ્રેશન મળે છે. એકવાર કાર ફૂલ ચાર્જ થઈ જાય, પછી તે તમને 610 કિમીની રેન્જ આપે છે. તેની કિંમત 35 લાખ રૂપિયા છે.