દેશમાં ટેક્સી સર્વિસ પુરી પાડતા સ્ટાર્ટઅપ Ola એ હવે ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કેમ કે આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનોની બોલબાલા વધવાની છે. ઓલાના આ સ્કૂટરને ભારે લોકપ્રિયતા હાંસલ થઈ છે. કેમ કે કંપનીએ 15 તારીખે olaelectric.com પર બૂકિંગ લેવાની શરૃઆત કરી હતી. તેના 24 કલાકમાં જ દેશભરમાંથી 1 લાખ કરતા વધારે લોકોએ ઓલા સ્કૂટર લેવા માટે નામ નોંધાવ્યુ હતું.
હાલના તબક્કે માત્ર 499 જેવી ટોકન રકમ ભરીને રજિસ્ટ્રેશન કરાવાનું છે. Ola ગ્રૂપના સીઈઓ ભાવિશ અગ્રવાલે કહ્યું હતું કે અમારા ધાર્યા કરતા ક્યાં વધારે પ્રતિસાદ મળ્યો છે.
આ પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતના લોકો હવે પરંપરાગત વાહનો પરથી ઈલેક્ટ્રિક વાહનો તરફ જવા માંગે છે.
Ola નો દાવો છે કે તેનું સ્કૂટર રેન્જ, સ્પીડ, કિંમત, મજબૂતી વગેરે મામલે ચડિયાતું છે. વળી આ સ્કૂટર ભારતમાં જ બનવાનું છે. જોકે સ્કૂટરની કિંમત કેટલી રહેશે અને બીજા ફિચર્સ કેવા હશે તેની કંપનીએ જાણકારી હજુ આપી નથી. એ આગામી દિવસોમાં જાહેર થશે.
વર્ષે 1 કરોડ વાહનો તૈયાર કરી શકાય એવી અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ ફેક્ટરી કંપની તમિલનાડુમાં બનાવી રહી છે. ત્યાં જ આ સ્કૂટરનું ઉત્પાદન થશે. આ પહેલા ભાવિશ અગ્રવાલે આ સ્કૂટર પર સવાર થઈને એક વીડિયો પોતે પોસ્ટ કર્યો હતો. 56-સેકન્ડના આ વીડિયોમાં, ભાવિશ અગ્રવાલે ખુદ ઓલા બ્રાન્ડના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી પડદો ઉઠાવ્યો હતો.
Took this beauty for a spin! Goes 0-60 faster than you can read this tweet! Ready or not, a revolution is coming! #JoinTheRevolution @Olaelectric https://t.co/ZryubLLo6X pic.twitter.com/wPsch79Djf
— Bhavish Aggarwal (@bhash) July 2, 2021
Ola ઇલેક્ટ્રિક સ્કૂટર Etergo Appscooter પર આધારિત હશે, અને તેની મોટાભાગની ડિઝાઇન તેના પર હશે. ઓલાએ ગયા વર્ષે મેમાં નેધરલેન્ડ્સના Etergo BV નું અધિગ્રહણ કરી લીધું હતું અને ઓલા ઇલેક્ટ્રિક નામથી તેનું પોતાનું એક ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવ્યું હતું. જોકે ઓલાએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને લગતી તકનીકી સુવિધાઓ વિશે માહિતી આપી નથી. જો કે, તેમની પાસેથી સ્પીડ, પરફોર્મન્સ અને રેન્જને લઈને ઘણા દાવા કરવામાં આવ્યા છે. જોકે એવું માનવામાં આવે છે કે તેમાં એલોય વ્હીલ્સ, મોટા સ્ટોરેજ, રિમૂવેબલ લિથિયમ-આયન બેટરી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઉડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હશે.