5G Case માં Juhi Chawla ને રૂ. 20 લાખનો દંડ દિલ્હી હાઇકોર્ટે ફટકાર્યો અને અરજી પણ ફગાવી દીધી.
Juhi Chawla દ્વારા Delhi High Court (દિલ્હી હાઇકોર્ટ)માં મોબાઇલ ફોનની 5જી ટેકનોલોજી અંગે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, ઉપરાંત હાઇકોર્ટ જુહીને રૂપિયા 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ન્યાયાધિશ જે આર મિધાની બેન્ચએ આ કેસ અંગે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો.
હાઇકોર્ટ કહ્યું કે અરજી લીગલ એડવાઇઝ પર આધારીત હતી, જેમાં કોઇ તથ્ય જણાવવામાં આવ્યા નથી, અરજીકર્તાએ પબ્લિસીટી માટે અદાલતનો કિમતી સમય બર્બાદ કર્યો, પબ્લિસીટી માટે તેની લિંક social media પર શેર કરવામાં આવી છે.
Juhi Chawla એ દેશમાં 5 જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરૂ્ધ્ધ સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિઓ, તથા નાના જીવો પર રેડિએશનની અસર સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો, કેસ સુનાવણી માટે ન્યાયાધિશ સી હરિશંકર પાસે આવ્યો, તેમણે કેસને 2 JUNE નાં દિવસે આગામી સુનાવણી માટે બીજી બેન્ચ સમક્ષ સ્થળાંતરિત કરી દીધો હતો.
દિલ્હી હાઇકોર્ટ સુનાવણી દરમિયાન ગીત ગાતા શખ્સ સહિત એ તમામ લોકોને અવમાનનાની નોટિસ ફટકારી જેમણે ગેરકાયદેસર રીતે સુનાવણીમાં ભાગ લીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કોર્ટની સુનાવણીમાં અડચણ ઉભી કરવા આવા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવા પોલીસને આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતું કે, અરજીકર્તાએ પુરી ફી પણ નથી ભરી, જે દોઢ લાખથી વધારે થાય છે.
આ પણ વાંચો
મનુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જીવશે !! લાંબી આયુષ્યનું રહસ્ય મળી ગયું