Project 75-I : હવે દરિયાની અંદર પણ ભારતનો દબદબો, ૫૦ હજાર કરોડ રૂપિયાની મંજુરી
ધીમે ધીમે ભારત બધા જ ક્ષેત્ર માં આગળ આવી રહ્યું છે. ત્યારે આ Project ચાલુ કરીને ભારતે વધુ એક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી છે.
સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે Project 75-ઈન્ડિયા અંતર્ગત 6 સબમરીનના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. ઘણા લાંબા સમયથી આ Project અટકેલો હતો જેને હવે પૂરો કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં 50,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ ને મંજૂરી આપવામાં આવી છે. સ્વદેશી કંપની મઝગાંવ ડૉક્સ લિમિટેડ અને એલ એન્ડ ટીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ કોઈ એક વિદેશી શિપયાર્ડ સાથે મળીને સમગ્ર Project ની જાણકારી સોંપશે અને બિડ લગાવશે.
આ પણ વાંચો : Government Car માં દારૂની બિન્દાશ મહેફિલ
શું છે Project 75-I ?
દરિયાઈ ક્ષેત્રોમાં પોતાનો પાવર વધારવા માટે ભારતીય Navy એ આ પ્રોજેક્ટ ની શરૂઆત કરી છે. તેના અંતર્ગત 6 વિશાળ સબમરીન બનાવવામાં આવશે જે ડીઝલ-ઈલેક્ટ્રિક બેઝ્ડ હશે. તેની સાઈઝ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરીન કરતા 50 ટકા મોટી હશે. ભારતીય Navy દ્વારા સબમરીન માટે જે ડિમાન્ડ રાખવામાં આવી છે તેમાં તે હેવી ડ્યુટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે. જેથી એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલની સાથે સાથે 12 લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલને પણ તૈનાત કરી શકાય.
તે સિવાય Navy સબમરીનમાં 18 હેવીવેઈટ ટોરપીડો લઈ જવાની ક્ષમતા ઈચ્છે છે. ભારતીય Navy પાસે આશરે 140 સબમરીન અને સરફેસ વોરશિપ છે જ્યારે પાકિસ્તાન Navy સાથે સરખામણી કરીએ તો તેમના પાસે માત્ર 20 જ છે. પરંતુ ભારતનો મુકાબલો માત્ર પાકિસ્તાન નહીં પણ ચીન સામે પણ છે જે સતત હિંદ મહાસાગરમાં પોતાની સત્તા વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે જ ભારતે અરબ સાગરથી લઈને શ્રીલંકા સાથે જોડાયેલા દરિયા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.