Arvind Kejriwal નો MODI ને સવાલ : દેશમાં સ્માર્ટફોન, પિઝા-બર્ગરની હોમ ડિલિવરી થઈ શકે છે, તો રાશન કેમ નહીં?
Arvind Kejriwal ની સરકાર આગામી સપ્તાહથી ‘ઘરે-ઘરે રાશન’ યોજના શરૂ કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ કેન્દ્રએ અચાનક બે દિવસ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો. જેથી મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં તેમણે કહ્યું કે તમે અમારી યોજનાને એમ કહીને નકારી દીધી છે કે અમે કેન્દ્રની પરવાનગી લીધી નથી. અમે આ યોજના માટે 5 વખત કેન્દ્ર સરકારની મંજૂરી લીધી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ દેશમાં જો સ્માર્ટકોન, પિઝાની હોમ ડિલિવરી થઈ શકે છે તો રાશનની કેમ નહીં?
ઉલ્લેખનીય છે કે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકોને 5 કિલો અને રાજ્ય સરકાર દ્વારા 5 કિલો અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી છે.
જે કેજરીવાલ સરકાર ઘરે ઘરે વિતરણ કરવા માંગે છે. જેથી આ અંગે કેન્દ્રના અધિકારીઓ કહી રહ્યા છે કે આ રાશન કેન્દ્રનું છે, તેથી દિલ્હી શા માટે ક્રેડિટ લેશે?