ગૂગલ પર જ્યારે ભારતની સૌથી ભદ્દી Language વિશે સર્ચ કરવામાં આવ્યું તો જવાબમાં કન્નડ Language નું નામ બતાવાયું. એ પછી તો કર્ણાટકમાં ધમસાણ મચી ગયું. સામાન્ય જનતા સહિત રાજનેતા પણ ગૂગલ પર માછલાં ધોવા લાગ્યા અને એને ઝડપથી પોતાની ભૂલ સુધારવા અને માફી માગવા કહેવા લાગ્યા હતા.
વાસ્તવમાં, ગૂગલ પર ભારતમાં સૌથી ખરાબ Language ના સવાલનો જવાબ જ્યારે કન્નડ એવો મળ્યો ત્યારે કર્ણાટકમાં ગુરુવારે આક્રોશ મચી ગયો હતો. લોકો સોશિયલ મીડિયા પર એના વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. આ વાત એટલી વધી કે રાજ્ય સરકારે ગૂગલ ને કાયદાકીય નોટિસ ફટકારી દેવાશે એવી ચીમકી પણ આપવી પડી.
આખરે ગૂગલ એ ભૂલ સુધારવી પડી
સૌથી ખરાબ Language તરીકે Kannad Language નું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો અને તમામ રાજકીય નેતાઓએ આ મામલે ગૂગલ ની નિંદા કરી. એ પછી ભારતમાં સૌથી ભદ્દી (Ugliest) ભાષા કઈ એમ પૂછતાં પોતાના સર્ચ એન્જિન પર આવનારા જવાબમાંથી Kannad Language એવો ઉલ્લેખ હટાવી લેવામાં આવ્યો. કંપનીએ લોકો સમક્ષ આ મામલે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે સર્ચ રિઝલ્ટ્સમાં તેનું મંતવ્ય સામેલ હોતું નથી.
સદીઓથી કન્નડિગા લોકોનું ગૌરવ રહી છે Language
કર્ણાટકના Kannad, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું હતું કે ગૂગલ ને ઉક્ત પ્રશ્નનો આવો જવાબ આપવા અંગે કાયદાકીય નોટિસ મોકલવામાં આવશે.
જોકે એ પછી મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને ગૂગલ ને કન્નડિગા લોકોની માફી માગવા કહ્યું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘Kannad ભાષા નો પોતાનો ઈતિહાસ છે અને આ ભાષા લગભગ 2500 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી હતી. મંત્રીએ કહ્યું હતું કે આ ભાષા સદીઓથી કન્ન઼ડિગા લોકો માટે ગૌરવરૂપ રહી છે.’
Google, Facebook, WhatsApp 15 દિવસમાં નવા આઇટી નિયમોના અમલનો રિપોર્ટ સરકાર ને સોપવાનો આદેશ
લિંબાવલીએ ટ્વીટમાં લખ્યું હતું, ‘Kannad ને ખરાબ રીતે દર્શાવવી એ માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલ નો પ્રયાસ છે. હું ગૂગલ ને Kannad અને કન્નડિગાની તત્કાળ માફી માગવા માટે કહું છું. અમારી સુંદર Language ની છબિ ખરડવા માટે ગૂગલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’ આખરે આવી રીતે ગૂગલ પ્રવક્તાએ માફી માગી.
ભદ્દી Language અંગેના સર્ચ રિઝલ્ટ્સથી હોબાળો મચી ગયા પછી જ્યારે ગૂગલ ના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘સર્ચ હંમેશાં સંપૂર્ણપણે પરિપૂર્ણ હોતું નથી. અનેકવાર ઈન્ટરનેટ પર ઉલ્લેખિત સામગ્રીના વિશેષ સવાલો માટે આશ્ચર્યજનક પરિણામ હોઈ શકે છે. અમે જાણીએ છીએ કે આ આદર્શ વાત નથી, પરંતુ જ્યારે અમને કોઈ મામલે જાણ કરવામાં આવે છે તો અમે તાત્કાલિક તેમાં સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ અને પોતાના અલ્ગોરિધમને સુધારવાની કોશિશ માટે સતત કામ કરીએ છીએ.
સ્વાભાવિક રીતે એમાં ગૂગલ નું પોતાનું કોઈ મંતવ્ય સામેલ હોતું નથી. અમે આ ગેરસમજ માટે અને કોઈની પણ લાગણી દુભાઈ હોય તો એ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.’
આ દરમિયાન આ વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ પણ ટ્વીટ કરીને નિંદા કરી હતી. તેમણે સવાલ કર્યો કે શું Language ના હિસાબે ગૂગલ બિનજવાબદારીપૂર્ણ વર્તન કરે છે?
બેંગલુરુ મધ્યથી ભાજપા સાંસદ પીસી મોહન સહિતના અન્ય નેતાઓએ પણ ગૂગલ ની ટીકા કરીને તેને માફી માગવા માટે કહ્યું હતું. મોહને ગૂગલ સર્ચનો સ્ક્રીનશોટ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને કહ્યું કે કર્ણાટકમાં મહાન વિજયનગર સામ્રાજ્ય તથા Kannad Language નો સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિ રહેલી છે.
દુનિયાની સૌથી પૌરાણિક Language ઓમાં સામેલ Kannad ના મહાન વિદ્વાનો પણ રહ્યા છે, જેમણે 14મી સદીમાં જૉફરી ચૉસરના જન્મ અગાઉ મહાકાવ્ય લખ્યા હતા. ગૂગલ ઈન્ડિયા માફી માગો.