metromonial સાઈટ પર હવે ઓપ્શન આપવામાં આવે છે, વેક્સિન નહીં લીધી તો કન્યા નહીં. અને જાણો આ વાયરલ થયેલી આ જાહેરાત પાછળનું રહસ્ય.
ભારત માં હાલ Corona નો કહેર વર્તાઈ રહ્યો છે. તેને રોકવા માટે ભારત સરકાર દ્વારા vaccine અભિયાન ચલાવામાં આવી રહ્યુ છે. હવે તો એવુ લાગે છે કે, Corona અને vaccine આપણી જિંદગીનો એક ભાગ જ છે. હાલમાં પણ લોકોને વેક્સિન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી કે હવે તો ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ્સમાં પણ રસીકરણનું ઓપ્શન આપવામાં આવે છે. આ તમામની વચ્ચે વેક્સિનેશનને લઈને મેરેજ મેટ્રોમોનિયલ સાઈટ પર એક યુવતીએ લગ્ન માટેની જાહેરાત આપી છે.
Vaccinated bride seeks vaccinated groom! No doubt the preferred marriage gift will be a booster shot!? Is this going to be our New Normal? pic.twitter.com/AJXFaSAbYs
— Shashi Tharoor (@ShashiTharoor) June 8, 2021
હાલ metromonial સાઈટ પર એક યુવતીની વૈવાહિક જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે, તેણે Corona ની બંને vaccine ના ડોઝ લઈ લીધી છે. એટલા માટે તેને પણ એવા યુવકની શોધ છે જેમાં કોરોનાના લક્ષણ ન હોય, Corona vaccine ના બંને ડોઝ લીધા હોય. અખબારમાં આપેલી આ જાહેરાત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલાય લોકો તેને શેર કરી રહ્યા છે.
આ શેર કરવા પાછળનું કારણ શું હતું
જો કે, કેટલાય લોકો આ જાહેરાત પાછળનું કારણ શોધવા માગતા હતા. આ એડવેરટાઇસ સાચી છે કે ખોટી. જેમાં જાણવા મળ્યુ છે કે, આ એડવેરટાઇસ ગોવાના એલ્ડોનાના એક વ્યક્તિ દ્વારા એક હાર્મલેસ અભિયાન હતુ. જેથી લોકોને કોવિડ વેક્સિન માટે પ્રભાવિત કરી શકાય. જેને ફાર્માસિસ્ટ, સાવિયો ફિગુએરેડો દ્વારા બનાવવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો
AIIMS Patna (પટના) માં શરૂ થયું બાળકો પર વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ, બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે…