કોરોનાના લીધે આજે જનસામાન્યના મોઢા પર oxygen level નું નામ રમતું થઈ ગયું છે . કોઈને પણ કોરોના થાય એટલે તરત મનમાં oxygen ના level વિશે વિચારો ચાલુ થઈ જાય છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે જાણે oxygen નું પ્રમાણ ધટી જશે તો એ લોકોનું મૃત્યુ થઈ જશે. વિવિધ Whatsapp group માં ફરતી અધૂરી માહિતીના લીધે લોકોના મનમાં એક ડર પેદા થઈ ગયો છે.
હકીકત કંઈક આ પ્રમાણે છે.
સામાન્ય નિરોગી માણસમાં oxygen નું પ્રમાણ એમની ફેફસાની ક્ષમતા પ્રમાણે 96-99% વચ્ચે રહેતું હોય છે.
Pulse Oxymeter ( Oxygen માપવાનું સાધન) તમારી આંગળીઓના ટેરવા પર તમારા ધબકારાને sense કરીને oxygen નું પ્રમાણ બતાવે છે. તાવ આવે ત્યારે peripheral vasoconstriction ( લોહી પહોંચાડતી નળીઓ સંકોચાવા) ના કારણે મશીન તમારા ધબકારાને બરાબર sense કરતું નથી એટલે oxygen નું પ્રમાણ ૩-૫ નંબર જેટલું ઘટે છે. આ બહુ સામાન્ય બાબત છે . તાવ ઉતરે ત્યારે Peripheral Vasodilation ( નળીઓ પહોળી થવાના ) લીધે oxygen નું પ્રમાણ પૂર્વવત્ થઈ જાય છે.
એટલે તાવ દરમ્યાન તમારું oxygen નું પ્રમાણ ઓછું થાય તો ચિંતા કરવી નહી. તાવની દવા લેવી, જરુર લાગે તો ઠંડા પાણીના પોતા મૂકવા .
બીજું કારણ છે – Dehydration . જ્યારે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય ત્યારે પણ ઉપર જણાવ્યા પ્રમાણે જ આંગળીઓના ટેરવા પર મશીન ધબકારા યોગ્ય રીતે sense કરતું નથી. એટલે તમારું શરીર oxygen નું પ્રમાણ ઓછું બતાવે છે. આ સમસ્યાથી બચવા માટે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરુરી છે ( Maintain Hydration ).
ઘણા લોકોને ફેફસાની બીમારીના લીધે ફેફસાંને કાયમી નુકસાન પહોંચ્યું હોય અથવા કોઈ બીમારીના લીધે ફેફસાંનો કોઈ ભાગ કે પછી એક બાજુનું આખું ફેફસું કાઢી નાંખ્યું હોય તો પણ એ લોકો સામાન્ય જીંદગી જીવતા જ હોય છે. Oxygen નું પ્રમાણ 90% કરતા ઉપર રહેતું હોય તો વ્યક્તિ ભારે શ્રમ કર્યા વગરનું સામાન્ય જીવન જીવી શકે છે.
Peripheral Vascular Disease અથવા એવી બિમારીઓ જેમાં હાથ અને પગના ટેરવે રહેલી નાની નળીઓ બંધ થઈ જાય એવા કિસ્સા માં પણ લોહીમાં oxygen નું પ્રમાણ normal હોવા છતાં pulse Oxymeter માં oxygen નું પ્રમાણ ઓછું બતાવે છે.
કોરોનાના દર્દીઓની સારવારમાં Pulse Oxymeter માં દેખાતા આંકડા નહીં, પણ જે તે દર્દીઓના ABG ( Arterial Blood Gas Analysis ) ના આધારે નક્કી થાય છે કે દર્દીને કેટલો oxygen આપવો.
સૌથી અગત્યની વાત oxygen માપવાની સાચી પદ્ધતિ.
જો તમારી આંગળી યોગ્ય રીતે મશીનમાં બેસશે નહી તો એ સાચું રિડીંગ નહી બતાવે .
એક આંગળીમાં ઓછું બતાવે તો અન્ય આંગળીઓમાં પણ તપાસો.
મશીન બરાબર કામ કરે છે કે નહી, એ જોવા ઘરના અન્ય સભ્યોના રિડીંગ પણ જુઓ.
શક્ય હોય તો બીજા pulse oxymeter થી પણ ચેક કરો.
એક વાત યાદ રાખો – કોરોનાની ગંભીરતા તમારા blood reports ના આધારે નક્કી થાય છે – માત્ર તમારા Oxygen Level કે HRCT Chest ના રિપોર્ટના આધારે નહી.
બીજી એક અગત્ય ની વાત – HRCT chest એ Diagnostic test છે, કોરોનાની સારવાર નથી.
આજકાલ એવું જોવામાં આવ્યું છે કે જેવો Covid 19 નો report positive આવે, ને તરત લોકો CT Scan કરાવવા દોડે છે.
એક CT Scan માં 100 X Ray જેટલું radiation લાગે છે એટલે ડોકટરની સલાહ વગર કરાવવો નહી.
ડો. ગૌરાંગી શાહ
હિંદુજા હોસ્પિટલ, મુંબઇ.