વેકસીનથી પેદા થતા એન્ટીબોડી પારખી શકે હાલ એવા કોઈ ટેસ્ટ નિશ્ચીત થયા નથી : વિશ્વમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવવાના વધતા જતા ક્રેઝ સામે લાલબતી: રીપોર્ટ પોઝીટીવ હોય કે નેગેટીવ બન્ને તરફી કોઈ ફર્ક પડતો નથી
દેશમાં કોરોના વેકસીનના સૌથી મહત્વના કાર્યક્રમનો આગામી તા.1 મેથી શરૂ થશે અને તે પૂર્વે વેકસીનના બે ડોઝ લેનાર પણ કોરોનાથી સંક્રમીત થાય ચે તેની વેકસીનની ક્ષમતા અંગે પ્રશ્ર્ન ઉઠાવાઈ રહ્યા છે અને અનેક લોકો જાહેરમાં વેકસીનના કારણે એન્ટીબોડી બન્યા હોવા અંગે ટેસ્ટ કરાવે છે
તેને સલાહ આપતા નિષ્ણાંતોએ જણાવ્યું કે શરીરમાં એન્ટીબોડી અંગે જે ટેસ્ટ થાય છે તે વેકસીનના કારણે પેદા થતા એન્ટીબોડીની હાજરી નિશ્ર્ચિત કરવા માટે ડિઝાઈન કરાયા જ નથી. આથી આ પ્રકારના ટેસ્ટમાં જે પરિણામ આવે તો તે ગેરમાર્ગે દોરનારા અથવા તો તમારી ચિંતા વધારાનારા પણ હોઈ શકે છે. ભારતીયો હવે તેની ઈમ્યુનીટી રોગ પ્રતિકારક ક્ષમતા અંગે હાલ જેટલા જાગૃત છે તેટલા અગાઉ કદી ન હતા અને હવે જેઓ વેકસીન લે છે
તેઓ આ વેકસીનના કારણે તેમના શરીરમાં એન્ટીબોડી બન્યા છે કે કેમ તે ચકાસવા ખાસ ટેસ્ટ કરાવે છે પણ યુએસ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના નિષ્ણાંત કહે છે કે વેકસીન લીધા બાદ તમારે એન્ટીબોડી ટેસ્ટ કરવાની જરૂર નથી. વેકસીન કામ કરે જ છે. હાલ જે એન્ટીબોડીની ટેકનીક છે તે વેકસીનથી સર્જાતા એન્ટીબોડી અંગે કોઈ તારણ આપી શકતા નથી.
સંક્રમીત રોગોના નિષ્ણાંત ડો. રોબર્ટ મર્ફીના જણાવ્યા મુજબ જે લેબ વ્યાપારી ધોરણે એન્ટીબોડી ટેસ્ટ કરી આપે છે તે વિશ્ર્વાસપાત્ર નથી. વેકસીન લીધા બાદ તમો જે એન્ટીબોડી ટેસ્ટ કરાવો તે તમોને ચિંતામાં નાખી શકે છે. લોકોને નેગેટીવ રીઝલ્ટ મળી શકે છે પણ તેનાથી વેકસીન નિષ્ફળ છે તેવું માની લેવાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એન્ટીબોડીએ ઈમ્યુન સિસ્ટમમાં જરૂરી છે. શા માટે વેકસીન બાદ એન્ટીબોડી ટેસ્ટમાં સાચુ ચિત્ર મળતુ નથી.
કારણ કે એન્ટીબોડી અનેક પ્રકારના હોય છે અને દરેક ટેસ્ટ ચોકકસ પ્રકારના જ એન્ટીબોડી શોધવા માટે ડિઝાઈન થયા છે. દરેક એન્ટીબોડીમાં આયર્ન, ગ્લાસ અને એલ્યુમીનીયમ ફલેકસ હોય છે અને એન્ટીબોડી ટેસ્ટ ફરી આયર્ન જ ચેક કરે છે પણ તેની ઈમ્યુનીટીમાં કોઈ ભૂમિકા જ ન હોય તો પછી શું પરિણામ મળે! કોરોના વાયરસ એ એક દડા જેવો અને તિક્ષ્ણ ધાર- સ્પાઈકે ધરાવે છે અને તે ઈન્ફેકશન કરે એટલે તમારા શરીરમાં અલગ અલગ ભાગમાં અલગ એન્ટી બોડી બને છે પણ ટેસ્ટથી ફકત શરીરના કોઈ એક ભાગના જ એન્ટીબોડી નજરે ચડે છે.
મોટાભાગની વેકસીન વાયરસના સ્પાઈક પર જ આક્રમણ કરે છે અને શરીરના એન્ટીબોડી પર તેજ રીતે કામ કરે છે અને તેથી તમારે એન્ટીબોડી ટેસ્ટ સાચુ ચીત્ર આપશે નહી અને જો તેમાં રીઝલ્ટ પોઝીટીવ મળે તો પણ તે ઉપયોગી નથી. કારણ કે કોરોના સામે સુરક્ષા માટે કેટલા એન્ટીબોડી જરૂરી છે તે હજુ આપણે જાણતા જ નથી. જો આ જ રીતે ઓળખી શકાતું હોય તો વેકસીન નિર્માણ આટલું જટીલ ન હોય તે નિશ્ર્ચિત છે.