Facebook, Twitter, Instagram અને Youtube જેવા Social Media પ્લેટફોર્મ્સ પર હવે જાણીતી પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા જાણીતા બિઝનેસમેન અને ત્યાં સુધી કે સામાન્ય વ્યક્તિની ફેક પ્રોફાઈલ પર પ્રતિબંધ લાગી શકશે.
કેન્દ્ર સરકારે નવા આઈટી નિયમો અંતર્ગત Social Media કંપનીઓને ફરિયાદની 24 કલાકની અંદર ફેક પ્રોફાઈલ બંધ કરવાનું ફરજિયાત કર્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ નિર્ણય નવા આઈટી નિયમોનો ભાગ છે. માટે Social Media દિગ્ગજો આ પ્રકારની કોઈપણ ફરિયાદ મળ્યા બાદ તાત્કાલીક કાર્યવાહી કરવાની રહેશે.
જો કોઈ વ્યક્તિ પોતોના ફોલોઅર વધારવા અથવા પોતાના મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કોઈ જાણીતા ફિલ્મ સ્ટાર, કે એક્ટર કે ક્રિકેટર, અથવા રાજનેતા અથવા કોઈ અન્ય યૂઝરની તસવીરનો ઉપયોગ કરે છે તો તેના પર પ્રતિબંધ લાગશે.
સત્તાવાર સૂત્રોએ જાણકારી આપી છે કે આ મામલે કોઈ વ્યક્તિને પોતાની તસવીર કે તેના ઉપયોગને લઈને વાંધો હોય તો ફરિયાદ કરી શકે છે. આ પ્રકારની જોગવાઈ Social Media કંપનીઓ માટે નવા આઈટી નિયમોમાં સામેલ કરવામાં આવી છે. એવામાં જો વ્યક્તિ ફરિયાદ કરે તો તેની ફરિયાદનું નિવારણ Social Media કંપનીએ કરવાનું રહેશે.
Social Media પ્લેટફોર્મ્સ પર જાણીતી પર્સનાલિટીઝ, પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા જાણીતા બિઝનેસમેનના ફેક પ્રોફાઈલ એ મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ પાછળ અલગ અલગ કારણ હોઈ શકે છે. આ પ્યોર પ્લે પેરોડી એકાઉન્ટથી લઈને મજાક અથવા ગુના કરવા અથવા નાણાંકીય ફ્રોડ કરવા માટે બનાવવામાં આવેલ ખાતા હોઈ શકે છે.
કેટલાક એવા ખાતા લોકપ્રિય વ્યક્તિઓના પ્રશંસકો દ્વારા પણ બનાવવામાં આવે છે. જ્યારે કેટલાક બોટ્સના માધ્યમથી પણ ચલાવવામાં આવે છે. એક લોકપ્રિય વ્યક્તિની તસવીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક ફેક પ્રોફાઈલ નજીકનો દાવો કરે અને કંઈક મેળવવા માટે મૂલ સામગ્રીને મોર્ફ કરીને કોઈ સેલિબ્રિટી-રાજનેતાની તસવીરમાં પોતાની તસવીર જોડી દે છે.
એક વેરિફાઈડ એકાઉન્ટ વિશે જાણકારી પણ મર્યાદિત છે. અનેક યૂઝર્સને ખબર નથી હોતી કે ટ્વિટર પર એક બ્લૂ ટિક, એક વેરિફાઈડ કરવામાં આવેલ એકાઉન્ટ દર્શાવે છે. નવા આઈટી નિયમમાં યુઝર્સને પોતાના ખાતાને વેરિફાઈ કરવાનો વિકલ્પ આપવાનો ઉલ્લેખ કરે છે.
પરંતુ તેને એક વોલિન્ટિયરી પ્રેક્ટિસ તરીકે રાખવામાં આવ્યા છે. આ આદેશ એવા પ્લેટફોર્મો માટે ફરજિયાત છે જેમને ‘મહત્ત્વપૂર્ણ Social Media મધ્યસ્થો’ તરીકે જોવામાં આવ્યા છે અથવા જેની પાસે 50 લાખથી વધારે યૂઝર્સ છે….