માઇક્રોસોફટે ગુરૂવારે વીન્ડોઝના નવા વર્ઝન Windows-11 ની જાહેરાત કરી છે. આ વર્ઝન વીન્ડોઝ-૧૦ના લોન્ચીંગના ૬ વર્ષ પછી આવ્યું છે. વીન્ડોઝ-૧૦ જુલાઇ ૨૦૧૫માં લોન્ચ થયું હતું. આ વર્ઝનનું ફોકસ નવા યુઝર ઇન્ટરફેસ, નવા વીન્ડોઝ સ્ટોર અને પરફોર્મન્સના સુધારાઓ પર છે. Windows-11 માં સંપૂર્ણપણે નવી ડીઝાઇન લેંગ્વેજ છે જેની માંગણી ગ્રાહકો કરી રહ્યા હતા. માઇક્રોસોફટના સીઇઓ સત્ય નડેલાએ કહ્યું કે, આજે વીન્ડોઝના ઇતિહાસમાં આ એક માઇલસ્ટોન છે. તેમણે કહ્યું કે, આ નવા જનરેશનની શરૂઆત છે.
Windows-11 માં સ્ટાર્ટ બટન અને ટાસ્ક બાર ડાબી બાજુના બદલે ડીસ્પ્લેની સૌથી નીચે છે. યુઝર ઇન્ટરફેસ વીન્ડોઝ ૧૦*ની યાદ અપાવે છે. તેમાં રાઉન્ડેડ કોર્નરની સાથે વીજેટસ છે, જેમાં કેલેન્ડર, હવામાન જેવી વસ્તુઓ સામેલ છે. તેમાં સારી સીસ્ટમ ટ્રે, નવા સ્પલીટ નોટીફીકેશન અને કવીક એકશન યુઆઇ પણ છે.
આ યુઝર્સ ફ્રીમાં લઈ શકશે Windows 11 ની મજા
માઇક્રોસોફ્ટ આ વર્ષના અંત સુધીમાં વિન્ડોઝ 11 ને નવા કમ્પ્યુટર અને અન્ય ઉપકરણો પર ઉપલબ્ધ બનાવશે. વિન્ડોઝ 10 વપરાશકર્તાઓ માટે મફત અપગ્રેડ હશે. આ માટે, તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ઓછામાં ઓછી 4GB રેમ અને 64GB મફત સ્ટોરેજ હોવી જોઈએ. આ ઉપરાંત, તમારી સિસ્ટમ 64-બીટ પ્રોસેસરથી સજ્જ હોવું આવશ્યક છે.
આ બારમાં દેખાશે ચેન્જ
સમાચાર અનુસાર, નવી વિંડોમાં સૌથી મોટો ફેરફાર ટાસ્કબાર હશે. આ હવે સેન્ટરમાં થઈ શકે છે અને નવું સ્ટાર્ટ બટન અને મેનૂ પણ મેળવી શકે છે. સ્ટાર્ટ મેન્યુ લાઇવ ટાઇલ્સ વિના છે અને તેમાં પિન કરેલા એપ્લિકેશન્સ, રીસન્ટ ફાઇલો અને વિંડોઝ 11 ડિવાઇસેસ માટે ઝડપી Shut Down / ફરીથી સ્ટાર્ટ બટન હોઈ શકે છે.
માઇક્રોસોફટે કહ્યું કે, તે વીન્ડોઝ સ્ટોરને પણ રીડીઝાઇન કરી રહી છે. નવા બ્રાન્ડ લૂક ઉપરાંત કંપનીએ જણાવ્યું કે, Windows-11 એમેઝોનના એપ સ્ટોર દ્વારા એન્ડ્રોઇડ એપ્સને સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે કરોડો લોકપ્રિય એપ્સ જે વીન્ડોઝ પર ઉપલબ્ધ નહોતી, તે સૌથી લોકપ્રિય ડેસ્કટોપ ઓપરેટીંગ સિસ્ટમ પર ડાઉનલોડ થઇ શકશે.
કંપનીએ એમ પણ કહ્યું કે તે પોતાના xbox કોન્સોલ્સના કેટલાક ફીચર્સને Windows-11 માં લાવી રહી છે. તેમાં ઓટોમેટીક એચડીઆર સામેલ છે જે ગેમમાં લાઇટીંગ અને કલરને એડજસ્ટ કરે છે. ટેબ્લેટ માટે માઇક્રોસોફટે કહ્યું કે તેણે ટચ કરવાથી થનારા પુરા અનુભવમાં સુધારો કર્યો છે. કંપ્ની પોતાના વીડીયો કોન્ફરન્સીંગ ચેટ પ્લેટફોર્મ માઇક્રોસોફટ ટીમ્સને સીધું વીન્ડોઝમાં ઇન્ટીગ્રેટ કરી રહી છે. એટલે હવે ટીમ્સ ટાસ્ક બારમાં સીધું ઇન્ટીગ્રેટેડ હશે. જેનાથી Windows-11 ના યુઝર્સોને મિત્રો, પરિવારને વીડીયો કોલ કરવામાં મદદ મળશે. માઇક્રોસોફટે કહ્યું છે કે Windows-11 ગ્રાહકોને આ વર્ષે જ મળવાનું શરૂ થઇ જશે.
આ યુઝર્સને મળી શકે છે અપડેટ્સ
તમને જણાવી દઈએ કે વિન્ડોઝ 11 ને વિન્ડોઝ 10 યુઝર્સ માટે જ નહીં, પરંતુ વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1 વપરાશકર્તાઓને પણ મફત અપગ્રેડ તરીકે આપી શકાય છે. માઇક્રોસોફ્ટે અગાઉ વિન્ડોઝ 10 ને વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 વપરાશકર્તાઓનું મફત અપગ્રેડ પણ આપ્યું હતું.