ફેસબુકના ફાઉન્ડર અને દુનિયાના ટોપ 5 ધનવાનોમાંના એક એવા Mark Zuckerberg એવા લોકોમાંથી એક છે જે પોતાને બહુ ચમક ધમક સાથે નજર નથી આવતા. તે હંમશા પોતાના ઓફવાઈટ અથવા ગ્રે કલરના બ્લૂ જિન્સમાં જ જોવા મળે છે.
પરંતુ દરેક બિઝનેસમેનની જેમ Mark Zuckerberg પણ પ્રોપર્ટીમાં ખૂબજ મોટું રોકાણ કરે છે. તેમનો રિયલ એસ્ટેટનો પોર્ટફોલિયો 320 મિલિયન ડોલરનો છે.
Mark Zuckerberg પાસે પાલો ઓલ્ટો, સૈન ફ્રાંસિસ્કો, લેક તાહો અને હવાઈમાં લગભગ 1,400 એકર જમીન અને 10 ઘર છે.જો કે જેટલું તે કમાય છે તે હિસાબે તેમના ઘર પર ખર્ચ એટલો નથી થતો. ફોર્બ્સ મુજબ તેમની કુલ વેલ્થ 120 બિલિયન ડોલરથી વધુની છે.
કેલિફોર્નિયાની પાલો ઓલ્ટોનું આ ઘર 5617 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. જેમાં પાંચ બેડરૂમ, લાકડાની ફર્સવાળો 0.41 એકરમાં પાંચ બાથરૂમ છે. આર્કિટેક્ટર ડિજેસ્ટ મુજબ તેમણે લગ્ન કર્યાના એક વર્ષમાં 2011માં 7 મિલિયન ડોલરમાં આ ઘર ખરીદ્યું હતું.
બ્રશવુડ એસ્ટેટમાં 6 એકર જમીન પર 5,322 સ્ક્વેર ફૂટ, 6 બેડરૂમ, પાંચ બાથરૂમવાલું ઘર છે. પરમિટ રેકોર્ડ મુજબ મુખ્ય ઘરમાં એક આંગણું અને ગેરેજ છે. જ્યારે ગેસ્ટ હાઉસમાં એક ડેક છે.
આજ આ હવેલીનું તમામ બદલાઈ ચૂક્યું છે. હવેલીમાં એક સ્વિમિંગપુલ, એક સનરૂમ અને એક એન્ટરટેન્ટમેન્ટ પેવેલિયન, બાર્બેક્યુ, સ્પા સહિતની સુવિધાઓ છે.
પહેલા આ ઘરને ઓસ્કર ડે લા રેંટા ફેશન શો અને લેક તાહો સમર મ્યૂઝિક ફેસ્ટિવલનું આયોજન પણ અહીં થયું હતું. લેક તાહો, જે કેલિફોર્નિયા અને નેવાડા સીમા પર ફેલાયેલું છે.
દશકોથી સેલિબ્રિટીની પસંદગીની જગ્યા રહી છે. જેમાં ફ્રેંક સિનાત્રા, કિમ કદાર્શિયન અને જીન સીમન્સનું ઘર છે. જેઓ રજા ગાળવા અહીં આવે છે.
ઝુકરબર્ગે કેલિફોર્નિયાના ડોલોરેસ હાઈટ્સમાં 2012માં એક ઘર ખરીદ્યું હતું. 7368 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું આ ઘર શહેરની અંદર છે. જેને ઝુકરબર્ગે 10 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.
પછી તેના રિનોવેશનમાં 1.8 મિલિયન ડોલર અલગથી ખર્ચ કર્યો હતો. આ ઘરમાં ચાર ફ્લોર છે. અને 23 રૂમ છે. 1928ની આ પ્રોપર્ટીને ઝુકરબર્ગે સંપૂર્ણ રીતે બદલાવીને રાખી દીધી છે.
ઝુકરબર્ગને હવાઈથી પણ ખૂબજ લગાવ છે. આ કારણે તેઓએ ત્યાં ખૂબજ મોટા પ્રમાણમાં જમીન ખરીદી છે. 2014માં તેમણે અહીં 707 એકર જમીન પર 116 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
પરંતુ લોકલ ન્યૂઝ પેપર ગાર્ડન આઈલેન્ડ મુજબ અહીં 16 કાર ગેરેજ અને ઓફિસ સાથેનું 6,100 વર્ગ ફીટનું ઘર પણ શામેલ છે.