મોબાઇલ કંપની Xiaomiએ હાલમાં જ ચીન (China)માં પોતાના ફ્લેગશિપ ફોન Mi Mix 4 ને લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન (Smartphone)માં સૌથી પોપ્યુલર ફીચરમાંથી એક છે એન્ટી-થેફ્ટ ફીચર (Anti Theft Feature). જે યૂઝરને પોતાનો સ્માર્ટફોન શોધવા માટે મદદ કરે છે, પછી ભલે ફોનમાં સીમ ન પણ હોય. પરંતુ ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની સરકારે (Chinese Government) શાઓમી (Xiaomi) ને આ ફીચર દૂર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાઓમીએ Weiboને આ વાત અંગે ખુલાસો આપવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ફીચર નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેના માટે કંપનીએ ચીનની ઓથોરિટી પાસેથી તેની પરવાનગી લીધી નથી.
ચીનમાં eSIM કે વર્ચુઅલ સિમ પર કડક નિયમો છે. શાઓમીએ આ મામલે કોઇ અધિકારિક નિવેદન આપ્યું નથી. જોકે આ સપ્તાહની શરૂઆતમાં Mi Mix 4 , Lei Jun ના લોન્ચિંગ દરમિયાન શાઓમીના સંસ્થાપકે હવે હટાવાયેલ ફીચર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શાઓમી (Xiaomi) એ હંમેશા એક આદર્શ કંપની તરીકે યૂઝર્સની પ્રાઇવસી (Smartphone Users Privacy) પર હંમેશા ધ્યાન આપ્યું છે.
Google IO 2021 : ANDROID 12 માં આવ્યા પ્રાઈવસી માટે અનેક ફીચર્સ !!
Mi-Mix-4 ચાઇનીઝ ટેક કંપની શાઓમીનો ફ્લેગશિપ ફોન છે. Mi-Mix-4 ના મહત્વના ફીચર્સ (Mi-Mix-4 Features) માં એકસ અંડર ડિસ્પ્લે ફ્રંટ કેમેરા, પોઇન્ટ ટૂ કનેક્ટ અલ્ટ્રા વાઇડ બેંડ. ક્વોલકોમ સ્નેપડ્રેગન 888+5G મોબાઇલ પ્લેટફોર્મ, 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જીંગ, 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જીંગ અને ઘણું બધુ સામેલ છે. આ સ્માર્ટફોન MIUI 12.5-બેઝ્ડ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. શાઓમી Mi Mix 4 માં 6.67-ઇંચની FHD+AMOLED 3D curved ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2400xx1080p રીઝોલ્યૂશન સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેમ્પિંગ રેટ 480Hz છે.
શાઓમી Mi Mix 4 સ્માર્ટફોન (Mi-Mix-4 Smartphone) ક્વોલકોમ સ્નેપડ્રેગન 888+SOC પ્રોસેસર સાથે આવે છે. સ્ટોરેજ તરીકે આ ફોનમાં 12GB રેમ અને 512GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. શાઓમી Mi-Mix-4 માં પાછળ ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી કેમેરા 108 મેગાપિક્સલ સેન્સર (f/1.95 અપર્ચર) સાથે છે, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા છે. આ સ્માર્ટફોન 4500 mAh ની બેટરી સાથે આવે છે.