તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદશ તેમજ ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે Morari Bapu દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રાશી પ્રેષિત કરવામાં આવશે.
આ બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે.ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે Morari Bapu દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રાશી પ્રેષિત કરવામાં આવશે આ પૈકી રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા ૧ લાખ નેપાળ ખાતે મોકલવામા આવશે.તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય Morari Bapu એ પ્રાર્થના કરી છે અને મૃતકો ના પરિવાર જનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જરૂરિયાત મંદોને સહાય કરવાની પણ અપીલ કરી છે.
Morari Bapu એ તાઊતે વાવાઝોડામાં 50 લાખ તેમજ ચોમાસામાં પૂરની તબાહીથી સૌરાષ્ટ્ર થયેલા નુકસાન માટે દાર્જિલિંગમાં કથા કરતાં કરતાં 25 લાખની સહાય કરી હતી જે સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી. તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સહાય માટે આભાર પણ વ્યકત કર્યો હતો
Morari Bapu એ કેરળમાં મચેલી પૂર તબાહી વખતે તત્કાલીન રાજ્યપાયલ આરીફ મહમદ્દ ખાન સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો જે બાદ અસરગ્રસ્ત લોકોએ સહાય પેટે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયાનું અનુદાન કર્યું હતું.
કોરોનાકાળમાં કથાકાર Morari Bapuએ મદદની જાહેરાત કરી હતી, રાજુલા ખાતે ચાલતી રામકથામાં Morari Bapuએ 1 કરોડ રૂપિયાની મદદ અમરેલી માટે જાહેર કરી હતી. અમરેલી ,રાજુલા,સાવરકુંડલામાં મહુવા અને તળાજામાં આ સહાય વાપરવામાં આવી હતી.
GPSC કે વિદેશમાં ભણવા માટે પૈસા ન હોય તો ગુજરાત સરકાર આપી રહી છે Loan, આ રીતે કરો Apply
રામ મંદિરના નિર્માણ માટે કથાકાર મોરારિબાપુએ કુલ રૂ.18.61 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. મોરારિબાપુએ 5 કરોડનું દાન એકત્ર કરવા આહવાન કર્યું હતું. જેના પગલે યુકેમાંથી રૂ.3.20 કરોડ, અમેરિકાથી રૂ.4.10 કરોડ અને ભારતમાંથી 11.30 કરોડનું ફંડ એકત્ર થયું હતું. આ સંપૂર્ણ રકમ અયોધ્યા રામમંદિર નિર્માણને મોકવામાં આવી હતી.