દિવાળીની મજા હવે સજા બનવાનો ડર ! , આજે Corona ના 20 નવા કેસ, 28 દર્દીઓ સાજા થયા
તબીબોએ આગામી 10 દિવસને ચિંતાજનક ગણાવ્યા
લોકોએ દિવાળીની રજામાં ખુબ જલસા કર્યા… ખુબ ફર્યા. યાત્રાધામોથી માંડીને પર્યટન સ્થળો પર લાખો પ્રવાસીઓએ મુલાકાત લીધી.
આ લાખોની ભીડમાં ક્યાંય પણ Coronaના નિયમોનું પાલન ન થયું. જેના કારણે હવે લોકોને પોતાની જ બેદરકારીનું પરિણામ ભોગવવું પડી શકે છે. કારણ કે, રાજ્યમાં ફરી એકવાર ધીમે-ધીમે Coronaના કેસ સામે આવી રહ્યા છે. આગામી થોડા દિવસો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણે દિવાળી બાદ Coronaના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
કેવી છે રાજ્યમાં Coronaની સ્થિતિ?
સરકારે તહેવારો માટે છૂટ શું આપી કે, લોકો તો એવું જ માની બેઠા છે કે, હવે Corona જતો રહ્યો છે. હવે Coronaનો ચેપ નહીં લાગે. અમે તો રસી લઈ લીધી છે અમને Coronaથી કોઈ ડર નથી. આવી ધારણાઓ હવે લોકોએ બાંધી લીધી છે. તેનું પરિણામ એ છે કે, દિવાળીની રજાઓ જેમ પતવા આવી છે તેમ Coronaના કેસોમાં પણ વધારો થવા લાગ્યો છે. જેને લઈને ડોક્ટરો પણ હવે ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 20 નવા Coronaના કેસઃ(તા.9-11-2021)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 નવા Coronaના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, વલસાડ 3, રાજકોટ શહેર 2, વડોદરા શહેર 2, વડોદરા જિલ્લા 1, જુનાગઢ શહેર 2, ગાંધીનગર શહેર 1, કચ્છ 1, નવસારી 1, સાબરકાંઠા 1, સુરત શહેર 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
આજે રાજ્યમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં
રાજયમાં કુલ 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 205 દર્દીઓ સ્ટેબલ છે. આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું. રાજયનો કુલ મૃત્યુઆંક 10090 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 826784 પર પહોંચ્યો છે.
22 જિલ્લામાં આજે એકપણ કેસ નથી નોંધાયો
રાજ્યના અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર અને તાપી આમ કુલ 22 જિલ્લામાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો સુરત ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, જુનાગઢ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કોઇ કેસ નોંધાયો નથી.
🔸#Gujarat માં આજે #COVID19 ના 20 નવા કેસ, 0 દર્દીનો મૃત્યુ તો 28 દર્દીઓ સાજા થયા
🔸#Ahmedabad માં આજે 04, #Surat માં 01, #Vadodara માં 02, #Rajkot માં 02 નવા કેસ નોંધાયા
🔸કુલ મૃત્યુઆંક 10,090; રાજ્યમાં કુલ 8,16,485 દર્દી સાજા થયા; સક્રિય કેસ-209 pic.twitter.com/9NAuqV5NR8
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) November 9, 2021
આગામી 10 દિવસ ગુજરાત માટે ગંભીરઃ ડૉક્ટર
ડૉ.રાકેશ જોષીએ કહ્યું કે, દિવાળીમાં થયેલી ભીડ કેસ વધારી શકે છે. કેસ વધશે તો પણ સારવાર માટે પુરતી તૈયારીઓ. હાલમાં સામાન્ય 2-4 કેસ આવી રહ્યાં છે. દિવાળી વેકેશનમાં લોકો ભાન ભૂલી ઉજવણી કરી રહ્યા છે. વેક્સિનેશન થયું છે પરંતુ સાવચેતી જરૂરી છે.
વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી
ગતવર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી પહેલા Corona કાબુમાં આવતા લોકોની દિવાળી સુધરી છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે લોકોએ દિવાળી ધામધૂમથી ઉજવી છે. જો કે દિવાળી બાદ Coronaને લઇ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તબીબોએ આગામી 10 દિવસને તબીબોએ ગંભીર ગણાવ્યા છે. દિવાળીમાં લોકો ખરીદારી તેમજ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભેગા થયા હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી છે. Corona કેસો ફરી પાછા વધે તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારી રાખવામાં આવી છે. વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી હોવાનું પણ તબીબો કહી રહ્યા છે.
દિવસેને દિવસે વધી રહ્યા છે કેસ
હવે જરા Coronaના વધતા કેસોની જ વાત થઈ રહી છે. ત્યારે છેલ્લા 5 દિવસના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં Coronaના 27 કેસ સામે આવ્યા છે. આ સિવાય છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં 16, સુરતમાં 14, વલસાડમાં 13, જૂનાગઢમાં 13 અને રાજકોટમાં 6 કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડો હજૂ પણ વધવાની શક્યતા છે. કારણ કે, લોકોના પ્રવાસ હવે ખતમ થશે. અને જો સંક્રમિત થયા હશે તો તેમના આંકડા પણ સામે આવી શકે છે.
દુનિયામાં Corona એ દેખા દીધી ? અહીં હવે AY.4.2 વેરિયન્ટના 15 હજાર કેસ નોંધાતા હોબાળો
4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી
ડૉક્ટરોને કેમ ડર લાગી રહ્યો છે અને કેમ ડોક્ટરો આગામી 10 દિવસ સંભાળવા માટે કહી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જ્યાં કીડીઓની માફક લોકો ઉમટી પડ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, 4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. હજુ પણ રોજ હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. આ માહોલને જોતા એટલું ચોક્કસથી કહી શકાય કે, આગામી થોડા દિવસોમાં આપણા માટે ભારે હોઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે, દિવાળીની આ રજાઓ લોકો માટે મજાની રહે છે કે, સજા બની જાય છે.