કોહલીએ ભારતની T20 કેપ્ટન્સીપ છોડી
હવે આ 3 ખેલાડી છે કેપ્ટન્સીપના દાવેદાર
જાણો કોના કોના નામ છે લિસ્ટમાં
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2021માં હારનો સામનો કરવા પડ્યો છે અને તેની સફર સેમીફાઈનલ પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ પણ ભારતની T20 કેપ્ટન્સી છોડી દીધી છે.
કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એક પણ ICC ટૂર્નામેન્ટ નથી જીતી. જ્યાર બાદ તેને T20ની કેપ્ટન્સી છોડવી પડી છે.
T20ની કેપ્ટન્સી છોડ્યા બાદ વિરાટ કોહલીની વન ડે અને ટેસ્ટ કેપ્ટન્સી પર ભારે ખતરો છે. વિરાટ કોહલી હાલના સમયમાં દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ ખીલાડીમાંથી એક છે. પરંતુ કેપ્ટન્સીમાં તેમને સફળતા ન મળી. અત્યાર સુધી વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને એક પણ આઈસીસી ટૂર્નામેન્ટની ટ્રોફી નથી અપાવી. આટલું જ નહીં કોહલી એક વખતમાં આઈપીએલની ટ્રોફી પણ જીતી નથી શક્યા. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો 3 એવા ખેલાડી છે જે વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટન બની શકે છે.
રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ‘હિટમેન’ રોહિત શર્મા ટેસ્ટ ટીમના કેપ્ટન બનવાના મોટા દાવેદાર છે. વિરાટ કોહલી બાદ વનડે અને T20 કેપ્ટન્સીના પણ દાવેદાર રોહિત શર્મા છે, જો ટીમ મેનેજમેન્ટ રાહિત શર્માને ટેસ્ટમાં કેપ્ટન્સીની તક આપે છે તો તે હિટ સાહિત થઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે. આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેડ પ્રવાસ પર રોહિત શર્માને ઓવલમાં શાનદાર ઈનિંગ રમી હતી.
રવિચંદ્રન અશ્વિન
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને પણ ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. રવિચંદ્રન અશ્વિનની પાસે પણ સારો અનુભવ છે. એવામાં ટીમ મેનેજમેન્ટ જો ઈચ્છે છો તો તેમને કેપ્ટન્સી સોંપવામાં આવી શખે છે. તો પછી રવિચંદ્રન અશ્વિન પોતાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો દમ રાખે છે. રવિચંદ્રન અશ્વિન ભારતના જ નહીં પરંતુ દુનિયાના શાનદાર ઓફ સ્પિનર માનવામાં આવે છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ કરિયરની 400 વિકેટ પુરી કરી હતી.
કઈ બે Team વચ્ચે રમાશે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ, શેન વોર્ને કરી ભવિષ્યવાણી
અજીંક્ય રહાણે
Ajinkya Rahane ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી કરતા વધારે સારા કેપ્ટન શાબિત થઈ શકે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એડિલેડમાં રમાયેલ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી ઈનિંગમાં ફક્ત 36 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. માર્ક વો અને રિકી પોંટિંગનું કહેવું છે કે વિરાટ કોહલી અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર ટીમ ઈન્ડિયા પલટ વાર નહીં કરી શકે. પરંતુ Ajinkya Rahane એ ઓસ્ટ્રેલિયા માઈંડ ગેમ પર ધ્યાન ન આપ્યું અને ટીમ ઈન્ડિયાએ રહાણેની કેપ્ટનશીમાં મેલબર્નમાં જબરદસ્ત વાપસી કરી હતી.