નાણા પ્રધાન Nirmala Sitaraman એ Infosis ને નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા જણાવ્યું છે. આ અગાઉ તેમણે આ પોર્ટલને વિકસિત કરનારી કંપની Infosys ના સીઇઓ સલિલ પારેખની સમક્ષ વેબસાઇટ સાથે જોડાયેલી ટેકનિકલ ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર Nirmala Sitaraman પોતાના કાર્યાલયમાં સલિલ પારેખને મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન નાણા પ્રધાને Infosys ના સીઇઓને પૂછ્યું હતું કે વેબસાઇટ લોન્ચ થયાના અઢી મહિના પછી પણ વેબસાઇટ શા માટે બરાબર ચાલતી નથી?
આ બેઠક દરમિયાન Infosys ના એમડી અને સીઇઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે તેઓ અને તેમની ટીમ પોર્ટલ સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.
શું તમે બાળકોના નામે રોકાણ કર્યું છે તો આજે જ જાણો Income Tax સાથે જોડાયેલા આ નિયમો
આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બેઠક દરમિયાન નાણા પ્રધાને Infosysના સીઇઓને વેબસાઇટની ટેકનિકલ ખામીઓ દૂર કરવા વધુ પ્રયત્નો કરવા જણાવ્યું હતું જેથી કરીને કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું ઝડપથી ઉકેલ મેળવી શકાય.
આ બેઠક પછી આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાને વેબસાઇટની તમામ પ્રકારની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા Infosys ને જણાવ્યું છે. બેઠક દરમિયાન નાણા પ્રધાને વેબસાઇટની ખામીને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વેબસાઇટમાં વારંવાર સર્જાતી ખામી અંગે Infosys પાસે ખુલાસો માગ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૧ અને ૨૨ ઓગસ્ટે આવકવેરા વિભાગની વેબસાઇટ સંપૂર્ણ ઠપ થઇ ગઇ હતી. જેના પગલે નાણા પ્રધાને આ વેબસાઇટની રચના કરનાર Infosys ના સીઇઓને આજે મળવા બોલાવ્યા હતાં.