હાલ સરકાર દ્વારા કોરોના સમયકાળ દરમિયાન લગાવેલા પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકો કોરોનાને ભૂલીને ફરી બેદરકાર બન્યા છે અને કોરોનાના નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યા છે. હાલ લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરતા સાવ બંધ થયા છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી અને હાલ નિષ્ણાતો દ્વારા નવા સુપર સ્ટ્રેઇન (COVID-22) ની પણ આશંકા સેવાઈ રહી છે.
હાલ ઇમ્યુનોલોજિસ્ટ્સને એ ડર સતાવી રહ્યો છે કે, COVID-22 એ સુપર સ્ટ્રેઇન પહેલા કરતા પણ વધુ ઘાતક હશે અને નજીકના ભવિષ્યમાં આ સમસ્યાના કેસ સામે આવી શકે છે.
ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક છે :
નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે, COVID-22 સ્ટ્રેઇન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે. કોરોનાનું આ ડેલ્ટા વેરિએન્ટ એ અત્યાર સુધીનું સૌથી વધુ ખતરનાક અને ચેપી માનવામાં આવે છે પરંતુ, હાલ નિષ્ણાતો દ્વારા ‘COVID-22’ નામનું નવું વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.
૨૦૨૨મા કોવિડનું નવું વેરિએન્ટ?
કોવીડ-22 નામ અને ટર્મ સ્વિત્ઝરલેન્ડમાં ઈટીએચ ઝ્યુરિકમા Systems and Synthetic Immunology ના પ્રોફેસર સાય રેડ્ડીએ ઉપયોગ કર્યો હતો. એક અહેવાલ મુજબ તેમણે ચેતવણી આપી છે કે, કોવિડનું નવું સ્વરૂપ 2022માં બહાર આવી શકે છે અને તેનાથી લોકોમા મોટો ખતરો ઊભો થશે. જોકે, તેમણે હાલ તો આ અંગે ફક્ત આશંકા જ વ્યક્ત કરી છે.
કોરોનાથી મુક્ત થયાં બાદ ખવાઈ રહ્યા છે હાડકા, 3 કેસ નોંધાતા ડોક્ટર પણ થયાં સ્તબ્ધ
વેક્સિનની અસર :
ઇમ્યુનોલોજિસ્ટ ડો. સાઇ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સામે આવેલા કોરોના સ્ટ્રેન એકસાથે મળીને નવું જોખમ ઉભું કરી શકે છે. ડો. રેડ્ડીએ એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે, વેક્સીન પણ તેના પર કામ નહીં કરે. જર્મન અખબાર બ્લિક સાથે વાત કરતા સમયે પ્રોફેસર રેડ્ડીએ ડેલ્ટાને કોવિડ-21 નામ આપ્યું અને કહ્યું કે, તે અત્યારે સૌથી વધુ સંક્રમક સ્ટ્રેન છે. તેમણે કહ્યું કે જો બીટા અથવા ગામા વેરિઅન્ટ વધુ ચેપી બને અથવા ડેલ્ટા મ્યુટેશન વિકસે તો આપણને મહામારીનો નવો તબક્કો જોવા મળશે.
રસી ના લીધેલ લોકો બનશે સુપર સ્પ્રેડર્સ :
રેડ્ડીએ જણાવ્યું કે, આવનારા સમયમા આ એક મોટી સમસ્યા બની શકે છે. COVID-22 કે, જેને આપણે વર્તમાન સમયમાં જોઈ અને અનુભવી રહ્યા છીએ, તે હજુ આવનાર સમયમા આનાથી પણ વધુ ખરાબ હોય શકે છે. તેમણે જણાવ્યું કે, તાજેતરના અભ્યાસના પરિણામો દર્શાવે છે કે, ડેલ્ટા વેરિએન્ટનો વાયરલ લોડ ખૂબ ઊંચો છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિએ રસી લીધી નથી અને તેના સંપર્કમા આ વેરિએંટ આવે છે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે.