ગયા વર્ષથી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આ વાયરસે ઘણા લોકોને પોતાની ઝપટમાં લીધો છે. હાલમાં, કેસોમાં ઘણો ઘટાડો થયો છે પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી. પરંતુ એક એવી વસ્તુ પણ છે જે લોકોને વાયરસથી ખૂબ પરેશાન કરે છે. હા, અમે અહીં કોરોના Caller Tune વિશે વાત કરી રહ્યા છીએ.
આપણે કોઈ પણ વ્યક્તિને કોલ દરમિયાન સારી Caller Tune સાંભળવી ગમે છે, પરંતુ ગયા વર્ષથી આપણે મહિલાના અવાજમાં Caller Tune સાંભળીએ છીએ, જેણે દરેકને પરેશાન કરીને મુક્યુ છે.
વચ્ચે બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન પણ સાંભળવા મળતી હતી પરંતુ બાદમાં તેને દૂર કરવામાં આવી હતી. પરંતુ ત્રીજી લહેરને લઈને ફરી એકવાર મહિલાનો અવાજ સંભળાવા લાગ્યો છે. ઘણા લોકો તેને જાગૃતિનું પગલું ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને બંધ કરવાની રીત શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ હેરાન થઈ ગયા હોવ, તો આજે અમે તમારા માટે આવી યુક્તિ લાવ્યા છીએ, જેની મદદથી તમે આ ટ્યૂનને બંધ કરી શકો છો અને સામાન્ય રિંગ સાંભળી શકો છો.
શહીદોના પરિવાર માટે Army એ ખોલ્યું Account, જાણો આ વાયરલ Message માં સત્ય કેટલું છે ?
BSNL પર કેવી રીતે બંધ
ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સ તેમના મોબાઇલ પર કોરોના વાયરસ મેસેજ બંધ કરી શકે છે. તેના માટે તમારે UNSUB અને 56700 અથવા 56799 પર મેસેજ મોકલવો પડશે. તેના પછી તમને કન્ફર્મેશન મેસેજ પણ મળશે.
જિયો પર કેવી રીતે બંધ કરવું
Jio યુઝર્સ તેમના ફોન નંબર પરથી STOP મોકલીને 155223 પર મેસેજ કરી શકે છે. કન્ફર્મેશન મેસેજ પછી તમારી કોલર ટ્યુન સંપૂર્ણપણે બંધ થઈ જશે.
એરટેલ પર કેવી રીતે બંધ કરવું
એરટેલ યુઝર્સ તેના માટે 144 પર CANCT મેસેજ મોકલીને કોલર ટ્યુન સ્ટોપ કરી શકે છે. ત્યારબાદ તેની પુષ્ટિ કરવા માટે તેમના નંબર પર એક મેસેજ પણ આવશે.
હંમેશા માટે કેવી રીતે બંધ કરવું
આ યુક્તિનો ઉપયોગ કરીને તમે મેસેજને પ્લે થવાથી રોકી શકો છો. જો કે તે સંપૂર્ણપણે બંધ થશે નહીં અને આગલી વખતે જ્યારે તમે કોલ કરશો ત્યારે તે ચાલશે. તમે વોટ્સએપ, ગૂગલ ડ્યુઓ, ફેસબુક મેસેન્જર અથવા અન્યને સંપૂર્ણપણે બંધ કરવા માટે કોલ કરવાનું વિચારી શકો છો. જેમા કોલની શરૂઆતમાં કોલર ટ્યુન આ રીતે સાંભળવા મળતા નથી.
આવી રીતે પણ કરી શકો છો ઉપયોગ
તેના માટે તમારે પહેલા નંબર ડાયલ કરવો પડશે અને પછી કોરોના વાયરસ અલર્ટ મેસેજની શરૂ થતાં જ તમારે 1 દબાવવું પડશે. કોલર 1 દબાવતા જ, કોરોના કોલર ટ્યુન આપમેળે બંધ થઈ જશે અને તમે સામાન્ય Caller Tune સાંભળશો.