શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા
રાજકોટમાં લાંબા સમય બાદ IT વિભાગની મોટી કાર્યવાહી
RK Groupનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા
રાજકોટમાં લાંબા સમય બાદ ITએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડર RK Group પર દરોડા પાડતા શહેરના અનેક બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન
આજે સવારથી જ IT વિભાગે શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા પાડ્યા છે ત્યારે RK Groupનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા શહેરના અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટો જોવા મળી રહ્યો છે,
Bhaskar જૂથ – અખબારના નામે રૂપિયા ૩૫૦૦ કરોડની હેરાફેરી
શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા
મહત્વનું છે કે IT વિભાગે સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. જેમાં જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપેટમાં આવ્યા છે અને જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT વિભાગે તપાસ રેડ કરી તેમના શ્રેયસ સોસાયટીના મકાનમાં તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં લાંબા સમય બાદ IT વિભાગની મોટી કાર્યવાહી
સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા, સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં, જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું , હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ , RK Group ની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ , RK Groupનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી, આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી, રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે IT વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે
RK Group નાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા
રાજકોટમાં IT વિભાગે RK Group ની નાના મૌવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર અને RK Group નાં બે મુખ્ય કોન્ટ્રાક્ટર આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ પૂછપરછ કરાઇ છે. ત્યારે તપાસના અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શક્યતા છે. રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો, તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા.