અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો જમાવ્યા પછી વિવિધ દેશો પોતાના નાગરીકોને દેશમાંથી બહાર નિકાળવા માટે દુનિયાની સરકારો પોતાના વિમાનો મોકલી રહી છે. અને આ વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી યુક્રેનનું એક વિમાન અજાણ્યા ગ્રુપના લોકોએ Hijack કરી લીધું છે.પરંતુ રશિયન મીડિયા આઉટલેટ ઈંટરફેક્સના જણાવ્યા મુજબ યુક્રેને અફઘાનિસ્તાનમાં કોઈપણ યુક્રેની વિમાનના Hijack થવાના સમાચારને ના પાડી છે કે આવી કોઈ ઘટના સર્જાઈ જ નથી.
અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન Hijack કરાયું
રવિવારથી પ્લેન Hijack થતાં કોઇ ભાળ નહીં
યાત્રિકોને લેવા પહોંચેલું પ્લેન થયું Hijack
અમેરિકાની આ કંપની માટે ભારત સરકારનો આવકારો, કચ્છમાં ૧૦૦૦ હેક્ટર જમીન આપવા માટે પણ તૈયાર
યુક્રેનનાં નાગરિકોને લેવા અફઘાનિસ્તાન ગયું હતું વિમાન
મુસાફરો અંગે હજી સુધી કોઇ ખુલાસો નહીં
Hijack ની ઘટનાની જાણકારી યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને મંગળવારે આપી
Hijack ની ઘટનાની જાણકારી યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને મંગળવારે આપી હતી.મંત્રીએ જણાવ્યું કે ગત રવિવારે કેટલાક લોકો દ્વારા અમારા વિમાનને Hijack કરી લીધું અને મંગળવારે આ વિમાન ગાયબ થઈ ગયું હતુ. બીજીતરફ યુક્રેની લોકોને એરલિફ્ટ કરવા આ વિમાન પહોંચ્યું હતું, પરંતુ વિમાનમાં સવાર કેટલા લોકો તેને ઈરાન લઈ ગયા હતા.
#BREAKING
Interfax (Russian media outlet): Kiev denies hijacking any Ukrainian evacuation plane in Afghanistan pic.twitter.com/bZ0yc6A9TG— Tehran Times (@TehranTimes79) August 24, 2021
100 યુક્રેની અફઘાનિસ્તાનમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યાં છે
રવિવારના રોજ યુક્રેનના 31 નાગરિકો સહિત 83 લોકોને લઈને લશ્કરી વિમાન અફઘાનિસ્તાનથી કીવ પહોંચ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયએ જણાવ્યું કે, ‘આ વિમાન દ્વારા 12 યુક્રેની લશ્કરી કર્મચારીઓને પરત લાવવામાં આવ્યાં છે. આ સિવાય વિદેશી પત્રકારો અને મદદ માંગતા કેટલાંક લોકોને પણ બહાર કાઢવામાં આવ્યાં છે.’
કચેરીએ એમ પણ જણાવ્યું કે, ‘લગભગ 100 યુક્રેનિયન નાગરિકો એવાં છે કે જેઓ હજુ પણ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યાં છે.’ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી તાલિબાનોએ ઝડપથી કાર્યવાહી કરી રહ્યાં છે.
15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબ્જો જમાવી લીધો
15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબ્જો જમાવી લીધો હતો. ગણતરીના કલાકોમાં તો તાલિબાની આતંકીઓ પર સંપૂર્ણ રાજધાની પર કબજો જમાવી લીધો હતો, આ પહેલા જ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી છૂટ્યા હતા. ત્યાર પછી તેમણે એક વીડિયો જાહેર કરતા જણાવ્યું કે દેશ એટલા માટે છોડી રહ્યો છું કે વધુ ખૂન-ખરાબો ના થાય, અને તેને રોકી શકાય. બીજીતરફ દેશના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે સંવિધાનનો હવાલો આપતા પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. વર્તમાન સમયમાં પશ્ચિમો દેશો સહિત ઘણા દેશોના નાગરીકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી રહ્યા છે, ઉ્લ્લેખનીય છે કે અફઘાનિસ્તાની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે.