કોવિડના ઉપદ્રવને પગલે પર્યટન ક્ષેત્રને મરણતોલ ફટકો સહન કરવો પડયો છે એવી સ્થિતિ વચ્ચે ટુરિઝમને વેગ આપવાના આશયથી કર્ણાટકમાં Jail ટુરિઝમનો અખતરો કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉત્તર કર્ણાટકના બેલગામ (નવું નામ બેલગાવી)ની હાઈ-સિક્યોરિટી સેન્ટ્રલ Jail માં 500 રૃપિયામાં એક દિવસ ટુરિસ્ટને Jailમાં રાખવામાં આવશે.
આ રીતે Jailનું અંદરનું જીવન કેવું છે તેનો અનુભવ મેળવી શકાશે. ટુરિસ્ટને હાથકડી પહેરાવવામાં નહીં આવે, માત્ર Jailની કોટડીમાં રાખવામાં આવશે. આ નવતર પ્રયોગને ‘એ ડે ઈન ધી લાઈફ ઓફ એ પ્રિઝનર’. મુલાકાતીને અન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવશે. કેદીનો ગણવેશ અને નંબર પણ અપાશે.
BRTS ટ્રેક ઉપર Cycling કરતા Businessman નું કાર હડફેટે મોત, કારચાલક ફરાર
મુલાકાતીના એક દિવસના Jail જીવનની શરૃઆત વહેલી સવારે સાયરન વાગવાની સાથે થશે. સવારે અન્ય કેદીઓ સાથે નાસ્તો કર્યા પછી તે બાગકામ, સફાઈકામ અને રસોઈ જેવાં Jailના કામમાં લાગી જશે. સવારે પાંચ વાગ્યે Jailનો સંત્રી મુલાકાતીને જગાડશે. ત્યાર પછી પોતાની કોટડી સાફ કરીને ચા-નાસ્તો પતાવી કામે લાગી જવું પડશે. ૧૧ વાગ્યે લંચ ટાઈમ પડશે ત્યારે બીજા કેદી સાથે બેસી સાંભાર-ભાતનું ભોજન લેશે. સાંજે ૭ વાગ્યે ડિનર પીરસવામાં આવશે ત્યાર પછી પોતાની શેતરંજી લઈને કોટડીમાં જઈને સૂઈ જવાનું એટલે સંત્રી બહારથી કોટડીને તાળું મારી દેશે.
Jail ટુરિસ્ટને અમુક ખૂંખાર કેદીઓ સાતે પણ રહેવાનો મોકો મળશે. આ Jailમાં ૨૯ કેદીને ફાંસની સજા ફરમાવવામાં આવી છે. અમુક કેદી ચંદનચોર અને હાથીઓને હણનારા વિરપ્પનના સાગરીતો પણ છે. આ સિવાય અમુક ગેંગસ્ટરો પણ છે. આ બધાનો અનુભવ લોકો મેળવી શકે એ માટેનો આ પ્રયાસ છે. રાજ્ય સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે.