એસટી બસો પરના પોસ્ટરથી લઈને કેલેન્ડર અને ચોપાનિયા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થશેઃ નવી સરકાર(Government)ના ઈનડાયરેક્ટ પ્રચાર માટે નવો વધુને વધુ લોકો સુધી પહોંચી શકાય તેવો સંવાદ કાર્યક્રમ લોન્ચ થશે : રાજયની નવી સરકાર(Government)ની છબી ચમકાવા માટે જૂના હોર્ડિગ્સ, કેલેન્ડર સહિતના પ્રચાર માટે કરેલા ખર્ચાને પાણીમાં જશેઃ નવી પબ્લિસિટી યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. જે બાદ હવે રાજયના નવા સીએમ અને નવું મંત્રીમંડળ મળ્યું છે. જોકે રાજયમાં વિધાનસભા ચૂંટણીને હવે માંડ એકાદ વર્ષની વાર છે ત્યાં સરકાર(Government)નું તમામ માળખું બદલાઈ જતાં હવે નવા મુખ્યમંત્રી અને મંત્રીઓની છબી ચકાવવા માટે રાજય સરકાર(Government) એક મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. આ મેગા ડ્રાઈવ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે એક નવા જ પબ્લિસિટી કેમ્પેઇનની શરુઆત કરવામાં આવશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સપ્તાહમા આ માટે કેમ્પેઇનની શરુઆત કરશે.
આ મામલે જાણકારી રાખતા એક સૂત્રએ કહ્યું કે ‘હાલ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હાઈલાઈટ કરતા પબ્લિસિટી મટેરિયલ પાછળ કરવામાં આવેલો ખૂબ મોટા ખર્ચ હવે સાવ પાણીમાં જશે.’ સુત્રએ ઉમેર્યું કે, ‘નવી પબ્લિસિટી યોજના માટે રાજયના તમામ હોર્ડિંગ્સ, તમામ યોજનાઓનું પબ્લિસિટી મટીરિયલ, તમામ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર, કલેન્ડર્સ અને એસટી બસો પરના પોસ્ટર સહિત તમામ વસ્તુઓ બદલવી પડશે.’ તેમણે વધુમાં આગળ કહ્યું કે ‘તેમજ સરકાર(Government)એ કરેલા લોંગ ટર્મ પબ્લિસિટી કોન્ટ્રાક્ટને પણ રિવાઇઝ્ડ કરવા પાછળ ખર્ચો કરવો પશે જેમાં નવા સીએમનો ફોટો એડ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે નવા મુખ્યંત્રીને પ્રમોટ કરવા માટેના નવા કેમ્પેઇનને તૈયાર કરવામાં અને તેના અંદાજીત ખર્ચ અંગેનો કયાસ મેળવવામાં હજુ બીજા કેટલાક દિવસોનો સમય લાગી શકે છે. જોકે આગામી વર્ષે આવાનારી ચૂંટણીને ધ્યાન રાખીને આ કેમ્પેઇન ખૂબ જ તીવ્ર અસરકારક બને તે ઢબે તૈયાર કરવામાં આવશે.
Computer અને Mobile Phone માં કલાકો સુધીનું કામ, તેનાથી આંખોને થતા નુકશાનથી બચવાના ઉપાય
સૂત્રોએ આગળ જણાવ્યું કે ‘આગામી બે-ત્રણ દિવસોમાં મુખ્યમંત્રી જમીનસ્તરે લોકો સાથે સંવાદ સાધવા માટે નવો પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. જે આડકતરી રીતે નવી સરકાર(Government)ના બ્રાન્ડિંગ માટેનું લક્ષ્ય ધરાવતો હશે. તેમજ જે યોજના લોકો સાથે વધુને વધુ માત્રામાં જોડાયેલી છે તે યોજનાનું પણ નામ બદલીને નવા સ્વરુપે રજૂ કરવામાં આવશે.ઙ્ખ સૂત્રોએ અંતમાં કહ્યું કે આગામી બે સપ્તાહમાં કેટલાક નવા કેમ્પેઇન શરું કરવામાં આવશે. જેને ખર્ચ સપ્લિમેન્ટરી બજેટ તરીકે જોડવામાં આવશે. જેથી કદાચ આ તમામ પબ્લિસિટી યોજના માટે કોઈ સિમ્પલ બજેટ ફાળવવામાં આવશે નહીં.