- બાયોસેફ્ટી લેબોરેટરીમાં ફેબ્રુઆરીથી ટેસ્ટ કરવામાં આવે છે
- રિપોર્ટ પણ 24 કલાકમાં આપી દેવાય છે
જીટીયુ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ની બાયોસેફ્ટી લેબોરેટરી માં એપ્રિલ માસમાં ચાર વર્ષથી 85 વર્ષની વયજૂથના 900થી વધુ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જે પૈકીના 450 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ દરેક લેબોરેટરી પર આરટીપીસીઆરના ટેસ્ટિંગ અંગે વેઈટિંગ ચાલે છે.
આ સ્થિતિમાં જીટીયુની બાયોસેફ્ટી લેબોરેટરીમાં ગત ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન જીટીયુના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક-વહીવટી કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટની કાર્યવાહી અટલ ઈન્ક્યુબેશન સેન્ટરના સીઈઓ ડો.વૈભવ ભટ્ટના દિશાનિર્દેશ મુજબ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ફેબ્રુઆરી માસમાં જીટીયુના વિદ્યાર્થી, કર્મચારી સહિતના કુલ 28 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. બીજી તરફ માર્ચ માસમાં આશરે 40થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો.
જીટીયુના કુલપતિ ડો.નવિન શેઠે જણાવ્યું હતુ કે,‘હાલમાં દરેક લેબોરેટરીમાં કોવિડને લગતા રિપોર્ટ માટે વેઈટિંગ જોવા મળે છે. જેના કારણે યોગ્ય નિદાનની જાણકારી થતાં સમય લાગતો હોવાથી સમયસર સારવાર ન મળવાથી સંક્રમણનો ભય રહે છે. આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ જીટીયુમાં ઝડપથી આપીને, ઝડપથી સારવાર આપીને સંક્રમણને ફેલાતું રોકવા માગીએ છીએ.