રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝુંબેશ ચાલુ કરી છે.
18 વોર્ડમાં અંદાજે 36 ટીમો ને મિલકતવેરો વસૂલવા માટે રવાના થઈ હતી.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બીગ બજારનો 97,67,177 રૂપિયાનો વેરો ભરવાનો બાકી હોય આજે મનપાએ તેને સીલ કરી દીધું છે. બીગ બજાર સીલ થતા હજારો લોકોને તેની અસર પહોંચશે.
તેમજ પેન્ટાલૂન સહીત રાધેક્રિષ્ના જ્વેલર્સ, વિજયકાંત ફાઉન્ડરી મિલકતો સીલ કરવામાં આવી છે.
RMC ૨૦૧૯-૨૦ વર્ષની બાકી માંગણા સામે રીકવરી ઝુંબેશ.
વોર્ડ નં- ૧ : ૧૫૦ ફૂટ રીંગ રોડ “યશ કોમપ્લેક્ષ” ૧- યુનિટ, લાખના બંગલા પાસે આવેલ ફેબ્રીકેશન ના ૧-યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં- ૨ : “સરદાર કોમપ્લેક્ષ” જામનગર રોડ કુલ – ૯ યુનિટ
વોર્ડ નં- ૩ : ૫ કોમર્શીયલ યુનિટ જંકશન પ્લોટ
વોર્ડ નં- ૪ : “બ્લોસમ સ્કુલ” ના યુનિટને સીલ મારતા ચેક રૂ.૧,૫૩,૦૦૦/-
વોર્ડ નં- ૫ : “હેપ્પી બેન્કવેટ હોલ” યુનિટને સીલ મારતા ચેક રૂ.૩,૮૪,૦૦૦/-
વોર્ડ નં- ૬ : પરશુરામ ઇન્ડ. એરીયામાં ૪-યુનિટને સીલ મારેલ. અને રીકવરી ૩.૫૦ લાખ રીકવરી. તથા એ.કે. પેટ્ટન આર્ટ યુનિટ સીલ
વોર્ડ નં- ૭ : કુલ-૯ યુનિટ “વૃંદા આર્કેડ” માં સીલ, “ગોકુલ ચેમ્બર” સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૯,૨૨,૯૭૭/-,
“રાજ કૃતિ “ બિલ્ડીંગ માં શોપ નં.-૩૨ સીલ મારેલ.અને રીક્વરી રૂ.૫,૭૦,૦૦૦/-
વોર્ડ નં- ૮ : ૧૫૦ ફૂટ રીંગ રોડ “પેન્ટાલૂનસ” ના યુનિટને બાકી માંગણા રકમ રૂ.૩૯,૩૬,૩૭૦/- સામે સીલ મારેલ.
૧૫૦ ફૂટ રીંગ રોડ પર “બીગ બજાર” ના યુનિટ યુનિટને બાકી માંગણા રકમ રૂ. ૯૭,૭૦,૫૩૦/- સામે સીલ મારેલ.
“ન્યુ એરા” સ્કુલ ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬,૮૨,૬૦૮/-
વોર્ડ નં- ૯ : રૈયા ચોકડી પર આવેલ “અંબિકા કોમ્પ્લેક્ષ” માં ૩૧- યુનિટને બાકી માંગણા સામે સીલ.
બોમ્બે હાઉસીંગ સો. માં આવેલ “નવદુર્ગા હોલ” ના યુનિટને બાકી માંગણા સામે સીલ.
રીકવરી રૂ.૭,૦૦,૦૦૦/-
વોર્ડ નં- ૧૦ : “ક્રિસ્ટલ મોલ” કાલાવડ રોડ ત્રીજા માળ પર આવેલ યુનિટ નાં. ૩૦૩- શ્રી હાર્દિકભાઇ કોટેચાના યુનિટના બાકી માંગણા સામે સીલ.
“ક્રિસ્ટલ મોલ” આવેલ રીલાઇન્સ ફૂટપ્રિન્ટ” યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪,૩૬,૯૦૦/-
“ક્રાઇસ્ટ સ્કુલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮,૨૮,૫૭૪/-
“ઢોસા.કોમ” (યુનિ. રોડ) યુનિટની રીક્વરી રૂ.૧,૫૩,૦૦૦/-
યુજીએફ ક્લીનીક ના યુનિટ રીકવરી રૂ.૧,૨૭,૭૦૦/-
“દીવા હોસ્પીટલ” રોયલ પાર્ક યુનિટ રીકવરી રૂ.૧,૦૨,૭૦૭/-
સત્યસાંઇ રોડ પર આવેલ “ભીમાણી સ્કુલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૪૨,૩૦૦/-
વોર્ડ નં- ૧૧ : “ક્રિએટીવ સ્કુલ” ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ૧,૦૩,૦૦૦/- રીકવરી
નેહરૂનગરમાં આવેલ વર્ષાબેન ગીરીશભાઇ કથિરીયાના કોમ. યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
વોર્ડ નં- ૧૨ : મવડી ચોકડી પાસે આવેલ “ ખોડીયાર ડાઇનીંગ” યુનિટના બાકી માંગણા સામે સીલ.
મવડી રોડ પર આવેલ “શ્યામ કોમ્પલેક્ષ” માં ૭- યુનિટને સીલ.
મવડી વિસ્તારમાં આવેલ “રાજકોટવાલા” બિલ્ડીંગમાં ૩ જો માળ સીલ મારેલ.
સ્કુલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫,૦૦,૦૦૦/-
વાવડી એરીયામાં ૩- યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ.
વોર્ડ નં- ૧૩ : સમ્રાટ ઇન્ડ. એરીયામાં કુલ-૩ યુનિટની સામે રીકવરી ૨,૦૦,૦૦૦/- રીકવરી
મારૂતિ ઇન્ડ. એરીયામાં કુલ-૨ યુનિટની સામે રીકવરી ૨,૦૦,૦૦૦/- રીકવરી
“બેકબોન શોપીંગ” સેન્ટરમાં આવેલ ૨-યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ
વોર્ડ નં- ૧૪ : કેવડાવાડી વિસ્તારમાં આવેલ ૧-યુનિટને બાકી માંગણા સામે સીલ મારતા રીકવરી ૯૪,૧૩૭/-
“અંજલી એપાર્ટમેન્ટ” પૂજારા પ્લોટ ૧-યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં- ૧૫ : “એગોન પમ્પસ” ના યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ છે.
“ડાયનેમીક ફોરજીંસ ઇન્ડ.” લી.ના ૩- યુનિટને સીલ મારેલ.
આજી જી.આઇ.ડી.સી. માં “ક્રાંતી એંજી.” ના યુનિટને સીલ મારેલ.
મીરા ઉધોગ વિસ્તારમાં આવેલ “મીરા ફાઉન્ડ્રી” ના યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં- ૧૬ : પટેલ નગર વિસ્તારમાં ૬-યુનિટને બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪,૭૦,૦૦૦/-
વોર્ડ નં- ૧૭ : યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા,પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૩,૨૬,૧૩૦/-
કોઠારીયા રોડ પર રીકવરી રૂ.૨,૨૦,૦૦૦/-
વોર્ડ નં- ૧૮ : આરતી ઇન્ડ. એરીયામાં કુલ ૫- યુનિટને સીલ મારેલ તથા રીકવરી રૂ. ૫,૩૦,૦૦/-
સે.ઝોન દ્વારા ૪૧ મિલ્કતોને સીલ મારેલ તથા રીક્વરી રૂ.૩૧,૮૬,૩૪૧/-
વેસ્ટ ઝોન દ્વારા ૫૦ મિલ્કતોને સીલ મારેલ તથા રીકવરી રૂ. ૩૭,૭૬,૦૮૯/-
ઇસ્ટ ઝોન દ્વારા ૫૧ મિલ્કતોને સીલ મારેલ તથા રીકવરી રૂ. ૩૭,૭૫,૦૦૦/-
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા ૧૪૨ યુનિટ્ને સીલ મારેલ તથા રીકવરી રૂ.૧.૦૮ કરોડ /- ની વસુલાત કરવામાં આવી છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે