કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરને દુનિયાભરના અનેક દેશોને બહુ નુકસાન પહોંચાડ્યું. અમેરિકા, ભારત, બ્રિટન જેવા શક્તિશાળી દેશ હોય કે પછી બાંગ્લાદેશ, બ્રાઝિલ, પાકિસ્તાાન જેવા દેશ. કોરોનાએ કોઈપણ દેશને છોડ્યા નથી. દુનિયાભરના દેશોમાં આ મહામારીથી લગભગ દરેક વર્ગ પ્રભાવિત થયો છે. કોરોનાની પહેલા સ્પેનિશ ફ્લૂએ પણ આખી દુનિયામાં કહેર મચાવ્યો હતો. કોઈ એવી Building, જ્યાં રહેતા તમામ વ્યક્તિ મહામારીઓથી મુ્ક્ત રહી શકે.
આવી મહામારીઓથી બચવા માટે વૈજ્ઞાનિકોએ લગભગ દરેક શક્ય પ્રયાસ કર્યા. આ પ્રયાસોનું પરિણામ છે કે આજે મહામારીની દવાથી લઈને વેક્સીન બધુ ઉપલબ્ધ છે. પરંતુ શું મહામારીઓથી બચાવ માટે બીજા કયા ઉપાયો થઈ શકે તેમ હતા. શું કોઈ એવી જગ્યા તૈયાર કરી શકાય ખરી કે જ્યાં મહામારી પ્રવેશ કરી શકે નહીં. કોઈ એવી Building, જ્યાં રહેતા તમામ વ્યક્તિ મહામારીઓથી મુ્ક્ત રહી શકે.
અમેરિકાના આ શહેરમાં થઈ રહ્યો છે પ્રયાસ:
મહામારીમાંથી દૂર રહેવા માટે અમેરિકાના ફ્લોરિડામાં Building ડેવલપર્સે દુનિયાની પહેલી એવી ગગનચુંબી ઈમારતનું નિર્માણ શરૂ કરી દીધું છે. જ્યાં મહામારી ફરકી શકશે નહીં. ફ્લોરિડામાં બનાવવામાં આવી રહેલ આ લિગેસી ટાવરમાં રહેનારાઓને ભવિષ્યમાં મહામારીથી બચાવવા માટે તમામ ઉપાય કરવામાં આવી રહ્યા છે. અહીંયા બેક્ટેરિયાને મારનારા રોબોટ, ટચલેસ ટેકનિક અને આધુનિક વાયુ શોધ પ્રણાલીની સુવિધા હશે.
500 મિલિયન ડોલરની 55 માળની Building:
આ Building 55 માળની હશે. તેના નિર્માણ પાછળ 500 મિલિયન ડોલર એટલે 37,72,27,75,000 રૂપિયાના ખર્ચનું અનુમાન છે. તેમાં બનનારી હોટલ અને ઘરને મહામારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. લોકો માટે અહીંયા એવી સુવિધાઓ હશે જેનાથી તેમને રોજિંદી જરૂરિયાત કે અન્ય પ્રકારની કોઈ મુશ્કેલી માટે બહાર જવાની જરૂર નહીં પડે. એવામાં લોકોનો સમય પણ બર્બાદ નહીં થાય. દાવો કરવામાં આવી રહ્યો છે કે Buildingમાં તમામ સુવિધાઓ સમયસર મળી જશે.
Buildingમાં હોટલ અને હોસ્પિટલ પણ:
મહામારીથી લોકોને સુરક્ષિત રાખનારા આ ગગનચુંબી Buildingમાં હોટલ અને હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે મહામારીથી બચાવનારી બધી સુવિધાઓ આ Buildingમાં મળી રહેશે. સાફ-સફાઈ માટે અહીંયા એવા રોબોટનો ઉપયોગ કરવામાં આવશે, જે બેક્ટેરિયાને જન્મતાંની સાથે જ મારી નાંખશે. આ રોબોટ Buildingને બેક્ટેરિયા મુક્ત રાખશે.
ચીનમાં માત્ર ૨૮ કલાકમાં ૧૦ માળની બની ઈમારત
2024 સુધી પૂરી થઈ જશે Building:
એલિવેટરમાં પ્રવેશ માટે ટચલેસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે જ તેમાં એર પ્યોરિફિકેશન સિસ્ટમ હશે. Building માં જ હોસ્પિટલ હશે, જેથી જરૂર પડે તો લોકોને તાત્કાલિક સારવાર મળી શકે. ખાસ કરીને વેન્ટિલેશન સિસ્ટમ, ઓક્સિજન સપોર્ટ અને એવી તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે. આ Building 2024 સુધી પૂરી થઈ જવાનું અનુમાન છે.