Navratri માં ઓટો ક્ષેત્રમાં દિવાળીની તેજી હોય છે પણ વાહનોના અભાવે ખરીદનાર, વિક્રેતા બન્ને હેરાન
કિયાના મોડલ્સ, હેરિયર, સ્કોર્પિયો, થાર, જીપ, એસયુવી, ફોરચ્યુનર, એંડેઓવર, સ્વીટ ડિઝાયર, અર્ટિકા સહિતના મોડલ્સમાં ભારે વેઇટિંગ; સેમી કંડકટર ચીપની શોર્ટેજના લીધે મોટાભાગની કારના પ્રોડકશનને અસર
Navratri થી દિવાળી સુધી ઓટો સેકટર ની ગાડી ટોપ ગિયર માં હોય છે,આ વર્ષે પણ ટુ અને ફોર વહીકલ માં ધૂમ ડિમાન્ડ છે પરંતુ સેમિકન્ડકટર ચીપની તીવ્ર અછત સર્જાતા રાજકોટ સહિત રાયભરની ઓટોમોબાઇલ માર્કેટમાં દોઢ મહિનાથી લઇ દસ મહિના માટે ની વેઈટીંગહોવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ગત વર્ષે કોરોના ના લીધે ભયંકર નુકસાન બાદ આ વર્ષે પણ ભારે ડિમાન્ડ હોવા છતાં મોટાભાગની કારનું પ્રોડકશન અધ્ધરતાલ હોવાના લીધે રાજકોટની ઓટો માર્કેટની ૩૦ ટકાથી પણ વધુ નુકસાનની નો ફટકો પડશે.
તહેવારોની સિઝન શ થતાની સાથે જ ઓટો ડીલર માટે આ સમયગાળો કમાણી કરવાનો અવસર હોય છે. Navratri ના નવ દિવસ ઉપરાંત દશેરા અને દિવાળી ના પર ગ્રાહકો સ્કૂટર અને કાર ની ખરીદી કરતા હોય છે સામાન્ય દિવસો કરતા તહેવારો પર નવા વાહનોનું વેચાણ વધુ થતું હોય છે ગયા વર્ષે કોરોના ના લીધે માર્કેટ મંદીમાં ધકેલાઇ ગયું હતું તો આ વર્ષે વાહનોની પુષ્કળ ડિમાન્ડ હોવા ચાઇના, મલેશિયા અને વિયેતનામ થી આવતી સેમિકન્ડકટર ચિપ ના સ્ટોક ની સપ્લાય પર બ્રેક લાગી ગયો છે જેની અસર કાર ના પ્રોડકશન પર પડી છે. મહિનાઓ સુધી ના બુકિંગ બાદ પણ ગ્રાહકો ને કાર ન મળતાં ઓટો ડીલર પરિસ્થિતિમાં મુકાયા છે આથી લાંબા સમય સુધીના બુકિંગ ગ્રાહકો કેન્સલ કરાવી રહ્યા છે.
તાજેતરમાં જાહેર કરેલા વેચાણના આંકડા મુજબ આ ચિપ ની અછતના લીધે માતિ અને હત્પંડાઈ કંપનીની કારણ ઉત્પાદનને મોટી અસર પહોંચતા આ કાર ના વેચાણમાં ઘટાડો આવ્યો છે, કંપનીમાં થતા ઓછા ઉત્પાદનના કારણે હવે લોકોને વેઇટિંગ મહિનાઓ સુધી પસદં નથી. આપણે ત્યાં ૪૦ ટકા ગ્રાહકો એવા છે કે તેઓ ઓન ધ સ્પોટ કારનું બુકીંગ કરાવીને ડીલેવરી લેતા હોય છે,આ ચિપ ની તંગી અને વર્ક ફ્રોમ હોમ ના લીધે કારની ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી છે.
અત્યારે તમામ કંપની કાર લાંબા વેઇટિંગમાં છે માત્ર ટાટા કંપનીની કારના વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ છે તાજેતરમાં જાહેર થયેલી માસિક સેલ્સ સેગમેન્ટમાં માતિ અને હત્પંડાઈ ની કાર ના વેચાણ નો રેશિયો નીચે ઉતર્યેા છે યારે કોમર્શિયલ વાહન માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સાં વેચાણ હોવાનું ઓટો ડીલરોએ જણાવ્યું હતું.
કોમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યું: ૩૦૦ વાહનોની ડિલિવરી
કારના પ્રોડકશનમાં સેમી કંડકટર ની અછત ની અસર જોવા મળી છે જેની સામે આ વખતે ખાસ કરીને સૌરાષ્ટ્ર્રમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ મોટાપાયે થયું છે Navratri થી લઈને દશેરા ના આ તહેવાર દરમિયાન રાજકોટમાં આજે ૩૦૦થી વધુ કોમર્શિયલ વાહનો હોવાનો ઓટો ડીલર્સ જણાવી રહ્યા છે. જીતેન્દ્ર ઓટોમોબાઇલના વીર ખારાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સારો વરસાદ અને અન્ય રાયોમાં લોકડાઉન ના પ્રતિબધં હટી જતાં હવે ટ્રક અને ડમ્પર અને અવરજવર શ થઇ છે જેથી હાલમાં અને ડમ્પર તેમજ છોટા હાથી ના બુકિંગ વધ્યા છે. આ ઉપરાંત કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં ધમધમાટ વધતા જેસીબી અને લોડર વાહનોની માંગ વધી છે. આજે દશેરાના પર્વ પર જ ૧૦૦ જેટલા વાહનોની ડિલિવરી કરવામાં આવી છે.
કોરોના પછી લોકો પર્સનલ ટ્રાવેલિંગ કરતા થયા આથી કારનું વેચાણ વધ્યું: શ્યામ રાયચુરા
આન મોટર્સ ના શ્યામ રાયચુરા એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના લીધે લોકો પોતે પર્સનલ ટ્રાવેલિંગ કરતા થયા છે જેના લીધે છેલ્લા થોડા સમયથી કારનું વેચાણ વધ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓટો સેકટરમાં વૃદ્ધિ નોંધાય છે પરંતુ પ્રોડકશનમાં વિલબં થતા આ ફેસ્ટિવલ સિઝનમાં ૨૫ ટકા જેટલી નુકસાની ઓટો ડિલર્સ ને ભોગવવવી પડશે. જોકે હાલમાં એક વાત સારી છે કે ડિમાન્ડ સપ્લાય ગેઇમમાં શોમમાં જે સ્ટોક હાજર છે તે વેચાઈ જાય છે.
ભાવ ઓછા કરવાની તો વાત જ ગઈ, જલ્દી ડિલિવરી મળે તે માટે ભલામણ
Navratri થી દિવાળી સુધીમા ઓટો ક્ષેત્રે પણ ધૂમ તેજી હોય છે. વાહનોથી લઈ અવનવી ચીજવસ્તુઓ વસાવવાનો ક્રેઝ હોય છે. એક સમય એવો હતો કે વહીકલ્સ ખરીદવા માટે ડીલર સાથે ભાવ ઓછા કરવા એસેસરીઝ ન લેવા સહિતના મુદ્દે ખરીદદાર બાર્ગેનિગ કરતો અને ડીલર પણ કોટા પૂરો કરવા કે કસ્ટમર હાથમાંથી નીકળી ન જાય માટે કસ્ટમરનું ધાયુ કે મિડલ વે કાઢીને ડીલ કરી લેતા. પણ હવે આ વાત તો ભુલાઈ જ ગઈ છે કારણ કે મોટા ભાગની ઓટો કમ્પનીઓના વાહનોમાં વેઇટિંગ જ બે માસથી એક વર્ષ સુધીના છે માટે કાર ખરીદવા વાળા ડીલર સાથે ભાવ કે એવી કોઈ રઝકઝમાં તો પડતા જ નથી ડીલર કહે એ ભાવ સ્વીકારે કેમેય કરીને જો ડિલિવરી મળે તો. હવે ભાવ માટે ભલામણો નહિ પણ વહેલી તકે વાહન આપી દે એ માટે રાજકીય અગ્રણીઓ અને નામાંકિત હસ્તીઓ પાસે ભલામણોના ફોન કરાવે છે.
અત્યારે ડીલર્સની હાલત પણ છતાં સીઝને મંદી જેવી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં કયાંય જોઈએ તે પસન્દગીનું વાહન મળવું કસ્ટમર માટે મુશ્કેલ છે તેવી જ દશા ડીલર્સની છે અત્યારે ધૂમ સિઝન છે કસ્ટમર ધારે એ ભાવે વાહનો ખરીદવા તૈયાર છે પણ વાહનો જ નથી. ડિલર્સ માટે છતે દિવાળીએ હોળી જેવી હાલત છે. હવે લોકો પોતાની પસનદની કમ્પનીનું વાહન ન મળે તો અન્ય કમ્પની પર પણ ચોઇસ ઉતારી રહ્યા છે. ડિલર્સમાં ઘણા ખરા એવા છે કે તકનો લાભ લઈને ઓનમાં વાહનો પધરાવે છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના લીધે ૬૦% કારચાલકો સીએનજી મોડલ તરફ વળયા: હરીશ ચાંદ્રાણી
અતુલ ઓટોમોબાઇલ્સના હરીશભાઇ ચાંદ્રાણી જણાવ્યું હતું કે, કોરોના વરસ પહેલા દર Navratriએ ૬૦૦ જેટલી કારનું વેચાણ થતું હતું ત્યારબાદ આ વખતે કારની ડિમાન્ડ ખૂબ જ છે પરંતુ સેમી કંડકટર ની અછત ના લીધે સપ્લાય ધીમી પડી છે. ખાસ કરીને અરતીકા, સ્વીટ ડિઝાયર, બ્રિઝા માં દોઢ મહિનાથી લઈને આઠ મહિના સુધીનો વેઇટિંગ પિરિયડ છે. યારે આ સમય વચ્ચે અલ્ટો અને ઇકો કારનું વેચાણ વધુ છે. આ વર્ષે ૫૦ ટકા જેટલો ઘટાડો વેચાણમાં નોંધાયો છે જોકે બીજી તરફ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ ના લીધે ૬૦% કારચાલકો સીએનજી તરફ વળ્યા છે. જે લોકો પાસે પોતાની કાર છે તેઓ પણ અત્યારે સીએનજી મોડલ નું બુકિંગ કરાવી રહ્યા છે.
Made in China કાર પર મોદી સરકારનો કડક નિર્ણય, Tesla ને ગડકરીએ આપી ચેતવણી
૪૦ ટકા ગ્રાહકો બુકિંગ ટાળે છે; કેવલ પટેલ
તહેવારોમાં બુકિંગ વધતા ઓટો સેકટરમાં તેજી જોવા મળી છે અને આ તેજી પણ પહેલાં કરતાં પણ વધુ છે સૌથી મોટો પ્રશ્ન વેઈટીંગ નો પ્રશ્ન છે. ઘણા મોડલ માં મહિનાઓ સુધી ડીલેવરી મળી શકે તેમ ન હોવાથી ગ્રાહકો તેમના મૂડ બદલાવીને હાલમાં જે કાર ના મોડલ ઉપલબ્ધ છે અને તાત્કાલિક મોડલ મળી જાય છે તેવા છે વાહનો પસદં કરી રહ્યા હોવાથી ઓટો ડીલર ને પણ મોટો ફટકો પડયો હોવાનો પરફેકટ માતિના કેવલ ભાઈ પટેલ જણાવી રહ્યા છે.