રાજયની હિસ્સેદારી પણ 17 ટકાને બદલે 23 ટકાએ પહોંચી : પેટ્રોલીયમ પ્રોડકટ પર કેન્દ્રનો ટેકસ 14નાં સ્થાને 32 ટકાએ પહોંચ્યો, વર્ષ 2014ની તુલનાએ કાચા માલની કિંમત આ સમયે અંદાજે અડધી છે તેમ છતાં ભારતમાં Petrol-Dieselની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે?
કેટલાક વર્ષોથી કેન્દ્ર તેમજ રાજય સરકારે લગાવેલા ભારેખમ ટેકસને કારણે Petrol-Diesel ની કિંમતો આસમાને પહોંચી છે. છેલ્લા અમુક વર્ષોમાં કેન્દ્ર સરકારે Petrol-Diesel ને બ્લેન્ક ચેકની જેમ ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. જેમાં સતત ટેકસ વૃદ્ધિની સાથે સરકાર પોતાની આવકમાં સમયાંતરે વધારો કરવા પર ધ્યાન આપી રહી છે.
જુન 2014માં ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ડીલરને રૂા.49 પ્રતિ લીટર Petrol વેચતી હતી. ડીલરનું માર્જીન કેન્દ્ર તેમજ રાજય સરકારનાં ટેકસ સાથે Petrolની રિટેલ પ્રાઈઝ રૂા.74 પ્રતિ લીટર હતી. 2014માં પેટ્રોલીયમ પ્રોડકટની રિટેલ કિંમતનાં 66 ટકા ઓઈલ માર્કેટીંગ કંપનીઓને મળતું, જયારે 34 ટકા ડીલર તેમજ કેન્દ્ર અને રાજય સરકારને ટેકસનાં રૂપમાં મળતું હતું.
જયારે હવે Petrol-Diesel નાં ભાવ રૂા.100 પ્રતિ લીટરને પાર થઈ ગયા છે ત્યારે હવે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને રિટેલ કિંમતનો ઘટીને માત્ર 42 ટકા ભાગ મળે છે.
જયારે ડીલરનું કમીશન તથા કેન્દ્ર તેમજ રાજય સરકારનાં ટેકસ વધીને 59 ટકાએ પહોંચ્યા છે. વર્ષ 2014માં કેન્દ્ર પેટ્રોલીયમ પ્રોડકટનાં વેચાણમાંથી 14 ટકાની કમાણી કરતી જયારે હવે તે વધીને 32 ટકા હવે પહોંચી ગઈ છે. તો બીજી તરફ હવે રાજય સરકારને મળતો ભાગ પણ વધી ગયો છે.
Petrol માં લાગતાં ટેકસમાં 2014માં રાજયની હિસ્સેદારી 17 ટકા હતી. જે હવે 23 ટકાએ પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, જો કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આ સમયે પણ વર્ષ 2014ની માફક જ વસુલવાનો નિર્ણય લે તો અત્યારે Petrolની કિંમત 66 રૂા. થઈ શકે છે. જે માટે લીટરનાં 100 રૂા. ચુકવવાની જરૂરત રહેશે નહી. જો Dieselની વાત કરીએ તો તેનાં પર ટેકસની સ્થિતિ પણ આવી જ છે. વર્ષ 2014 બાદનાં છેલ્લાં 7 વર્ષોમાં Diesel પર ટેકસ આશ્ચર્યજનક રીતે વધી ગયો છે. 2014માં Diesel પર સેન્ટ્રલ એકસાઈઝ 8 ટકા લાગતી હતી.
જે હવે રિટેલ પ્રાઈઝનાં 35 ટકા થઈ ગઈ છે તો સ્ટેટ ટેકસ અને વેટનાં રૂપમાં 2014માં માત્ર Diesel પર 12 ટકા વસુલી કરવામાં આવી હતી જે હવે 15 ટકાએ પહોંચી ગયાં છે. જો અત્યારે Diesel પર પહેલાંની માફક જો તમામ ટેકસ લગાવવામાં આવે તો અત્યારે Diesel માટે વધારે રૂપિયા ચુકવવાનાં સ્થાને માત્ર રૂા.55માં લીટર Diesel મળી શકે તેમ છે. Petrol-Dieselની કિંમતો પરનાં ટેકસમાં અધધ વધારાને પગલે લોકોનાં ખિસ્સા પર ખૂબ ભાર પડી રહ્યો છે.