કોરોનાકાળમાં ૨૦ ટકા વેપાર સામે આ વર્ષે ૭૫ ટકા વેચાણ પહોંચ્યું: લગાળાની મોસમ ઝવેરીઓની ફળી, ચાંદીની લગડીની સાથે એન્ટિક અને લાઈટવેટ જવેલરીની સૌથી વધુ ખરીદી, આજે Dussehra ના પાવન પર્વ પર પીળી ધાતુ ચમકી ઊઠી છે. ગત વર્ષની સરખામણીએ સોના ચાંદી નો ૮૦% વેપાર રાજકોટની સોની બજારમાં નોંધાયો છે આજે વહેલી સવારથી લઇને સાંજ સુધી પિયા ૮ થી ૧૦ કરોડ ની જવેલરી નું વેચાણ થયું છે.
ઘણા સમયથી સુસ્ત બનેલી સોની બજાર ના તેજીનો ઝળહળાટ પથરાતાં ઝવેરીઓના ચહેરા પર ચળકાટ જોવા મળી રહ્યો છે. Dussehra નું પર્વ સુધરી જતા હવે દિવાળીનો તહેવાર પણ સોની બજાર માટે ખીલી ઉઠે તેવી વેપારીઓને આશા છે.
ગત વર્ષે તહેવારોની મોસમ સોની વેપારીઓ માટે સદંતર નિષ્ફળ ગઇ હતી, માત્ર ૨૦ થી ૨૫ ટકા જ વેપાર નોંધાયો હતો ઝવેરીઓના જણાવ્યા મુજબ દર વખતે Dussehra થી અને દિવાળીના સમયગાળામાં સોનાના વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે પરંતુ કોરોના ના લીધે તેને ફટકો પડો હતો. ત્યારે આ વખતે દિવાળી પછી લગાળાની સિઝન શ થવા જઈ રહી છે જેની ખરીદી માર્કેટમાં નોંધાઈ છે. આજે Dussehra ના પર્વ પર લોકોએ સોનાની વેલરી ઉપરાંત ચાંદીની લગડીની ખૂબ ખરીદી કરી હોવાનું જવેલરો જણાવી રહ્યા છે.
હાલના દિવસોમાં સૌરાષ્ટ્ર્ર સહિત રાયભરમાં સોનાનું વેચાણ વધ્યું છે. ખાસ કરીને Dussehra અને દિવાળીના તહેવાર અને દિવાળી પછી સૌરાષ્ટ્ર્રમાં લગાળાની સિઝન હોવાના લીધે અત્યારથી જ વેલરીની ડિમાન્ડ ખૂબ વધી છે આથી વિશ્લેષકો જણાવી રહ્યા છે કે ઓકટોબરથી ડિસેમ્બર સુધી સોનાના દાગીનાની ખરીદી માં લાલચોળ તેજી જોવા મળશે. હાલમાં સોનાની ખરીદી માટે શ્રે સમય ચાલી રહ્યો છે સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ભાવમાં સુસ્તી આવી છે.
તાજેતરમાં બેંગ્લોર અને ચેન્નઈ સહિત દેશના અલગ-અલગ શહેરોમાં ચારેક જેટલા ગોલ્ડ અને ડાયમડં વેલરી ના એકિઝબિશન યોજાયા હતા. આ એકિઝબિશન પછી દેશ-વિદેશમાંથી રાજકોટના સોની વેપારીઓને નવા ઓર્ડરો ધૂમ આવ્યા છે. હજુ આગામી સમયમાં ગાંધીનગર ખાતે પણ નેશનલ એકિઝબિશન યોજવાનું છે જેની તૈયારીઓ પણ અત્યારથી સૌરાષ્ટ્ર્રના ઝવેરીઓ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સોનાનું હબ કહેવાય છે અને દુનિયાભરમાં ગોલ્ડ ની વેલરી સપ્લાય કરવામાં રાજકોટ મોખરે છે.
Made in China કાર પર મોદી સરકારનો કડક નિર્ણય, Tesla ને ગડકરીએ આપી ચેતવણી
સોનાનો ભાવ ૫૦ હજારની સપાટીએ પહોંચીને ફરી નીચે ઉતર્યો
તહેવારો અને લસરાની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ખાસો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦ માં સોનાનો ભાવ ૫૮હજારની સપાટી ને પાર કરી ગયો હતો. જેની સામે અત્યારે દસ ગ્રામ માં રેકોર્ડ સપાટીએથી ૮૦૦૦ પિયા ઓછા થયા છે આથી ભાવ ઘટતા તેની અસર વેચાણ પર ઊભી થઈ છે. Dussehra ની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સોનુ ૫૦ હજારની સપાટી કેટલે પહોંચ્યું હતું ત્યારે આજે સવારે ફરી નરમાશ સાથે સોનાનો ભાવ આજે ૪૮૪૦૦ નોંધાયો હતો.