દેશના પૂર્વ પીએમ Manmohan Sinhની તબિયત બરાબર નથી. ત્યારે તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પુછવા માટે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમના ફોટોગ્રાફર સાથે મળવા પહોંચ્યા હતા. તો સોશિયલ મીડિયા પર લોકો તેમના પર ભારે ગુસ્સે થયા હતા.
એક ટ્વિટર યુઝર્સ @suhasinih લખ્યુ હતું કે, તેમનો ફોટો પાડીને રાઈટ ટૂ પ્રાઈવસીનું ઉલ્લંઘન કર્યુ છે.
Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4
— ANI (@ANI) October 14, 2021
કેટલાય યુઝર્સે તો એવું પણ કહ્યુ કે, પૂર્વ પીએમને ઈંફેક્શનનો ખતરો છે, ત્યારે આવા સમયે તેમના રૂમમાં આટલા લોકોનું રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત કેટલાય ટ્વિટર યુઝર્સે તો એ પણ સવાલ કર્યો કે, Manmohan Sinh ફોટો સેશન કંડીશનમાં હતા નહીં, તેમ છતાં પણ હોસ્પિટલ પ્રશાસને એક ફોટોગ્રાફરને એક દર્દીના રૂમમાં શા માટે જવા દીધા, ખાસ કરીને ત્યારે જ્યારે તેમના પરિવારની સ્પષ્ટ મંજૂરી નહોતી.
આપને જણાવી દઈએ કે, Manmohan Sinh ને ડેંગ્યુ થવાની જાણકારી સામે આવી હતી. તેમની દિકરી દમન સિંહનું કહેવુ છે કે, તેમની હાલત સ્થિર છે. પણ ઉંમર અને બિમારીને જોતા તેમનું રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રી માટે પોતાની ચિંતા વ્યક્ત કરવી અને તેમને મળવા એમ્સ ખાતે આવવું સારું છે. પરંતુ તે સમયે પરિવાર ફોટો પડાવવાની સ્થિતિમાં ન હતા. મારી માતા ગુરશરણ કૌરે આગ્રહ કર્યો કે ફોટોગ્રાફરે ચેપના કારણે રૂમમાં બહાર જતાં રહેવું જોઈએ. પરંતુ તેમની વાતને ધ્યાનમાં રાખવામાંં આવી નહીં.
દમાને કહ્યું કે અમારો પરિવાર ખૂબ જ દુ:ખી છે. મારા માતાપિતા વૃદ્ધ છે, તેઓ ઝૂના પ્રાણીઓ નથી. તેથી તેમની ગોપનીયતાનું સન્માન થવું જોઈએ.
જણાવી દઈએ કે કોંગ્રેસે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે Manmohan Sinh પહેલા કરતા સારી સ્થિતિમાં છે. તેમની પ્રાઈવસીનો આદર કરો. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રણવ ઝાએ આ માહિતી આપી હતી.
શા માટે AC દિવાલની ઉપરના ભાગે અને હીટર નીચે લગાવાય છે, શું તમે જાણો છો ?
તેમણે કહ્યું કે પૂર્વ પીએમ વિશે પાયાવિહોણી વાતો કહેવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમને વધુ સારી સંભાળ માટે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.