‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ છેલ્લા બે મહિનાથી દમણના રિસોર્ટમાં ચાલી રહ્યું હતું. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસના કારણે એપ્રિલ મહિનામાં લોકડાઉન જાહેર થયું હતું. પરિણામે ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ મુંબઈમાં કરવાની મંજૂરી નહોતી. જેથી સીરિયલોના પ્રોડ્યુસરે મહારાષ્ટ્ર સિવાયના રાજયોમાં શૂટિંગ શરૂ કર્યા હતા. Instagram પર તસ્વીરો વાયરલ થઇ હતી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ દમણ આવી હતી. હવે અહીંથી પેકઅપ થઈ ગયું છે. મતલબ કે દમણમાં શૂટિંગ પૂરૃં કરીને શોની ટીમ મુંબઈ પાછી ફરી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘નું શૂટિંગ દમણમાં પૂરું થતાં શોમાં સોનુ ભીડેનો રોલ કરતી એકટ્રેસ પલક સિદ્ઘવાનીએ પોતાના Instagram અકાઉન્ટ પર રિસોર્ટની કેટલીક BTS (બિહાઈન્ડ ધ સીન) તસવીરો શેર કરી છે. તસવીરોમાં પલક શોના વિવિધ કલાકારો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ટપ્પુ સેનાના મેમ્બર સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી)થી માંડીને દિલીપ જોષી (જેઠાલાલ), અમિત ભટ્ટ (ચંપકચાચા), સુનૈના ફોજદાર (અંજલી), શૈલેષ લોઢા (તારક મહેતા), મંદાર ચાંદવાડકર (આત્મરામ ભીડે), અંબિકા રંજનકર (કોમલ હાથી), શ્યામ પાઠક (પોપટલાલ) અને શરદ સંકલા (અબ્દુલ) જેવા કલાકારો સાથે પલકે તસવીરો શેર કરી છે.
પલકની આ પોસ્ટમાં શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પણ જોવા મળે છે. આ તસવીરો જોઈને અંદાજો લગાવી જ શકો છો કે આ એકટર્સે આઉટડોર શૂટિંગ કરવાની સાથે કેટલી મજા કરી હશે. તસવીરો શેર કરતાં પલકે લખ્યું, ‘કેટલીક સુંદર યાદો જેને હંમેશા માટે વાગોળીશ.
ચોમાસાની ઋતુમાં મફતમાં મળે તો પણ આ Vegetables ના ખાવા જોઈએ…
આ ઉપરાંત પલકે Instagram સ્ટોરીમાં વધુ બે તસવીરો શેર કરી હતી. જેમાં તે સુનૈના અને કુશ સાથે પોઝ આપી રહી છે. તો બીજી તસવીરમાં શૈલેષ લોઢા, સુનૈના, બલવિંદર સુરી, તનુજ મહાશબ્દે અને પલક સિદ્ઘવાની બસમાં સેલ્ફી લેતાં દેખાય છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં બાપુજી એટલે કે એકટર અમિત ભટ્ટ પલક, સુનૈના અને અંબિકા સાથે ફોટો પોઝ આપી રહ્યા છે. આ તસવીર શૂટિંગ વચ્ચેના શોટ્સની હશે તેવું લાગે છે. બીજી એક તસવીરમાં સુનૈના, અંબિકા, પલક, સમય અને કુશ નો-મેકઅપ લૂકમાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં કલાકારો બ્રેકફાસ્ટ કરતાં નજરે પડે છે.
બાઘાનો રોલ કરતાં એકટર તન્મય વેકરિયાએ પણ ટપ્પુ સેના સાથેની એક તસવીર પોતાના Instagram પર અપલોડ કરી છે. તસવીરો જોતાં લાગી રહ્યું છે કે, શૂટિંગ સિવાયના કલાકોમાં એકટર્સે રિસોર્ટમાં ખૂબ મજા કરી હશે. સીરિયલની ટીમે અહીં બર્થ ડે સેલિબ્રેશન પણ કર્યા હતા. દિલીપ જોષી, શ્યામ પાઠક અને શરદ સંકલાનો જન્મદિવસ દમણના રિસોર્ટમાં ઉજવાયો હતો. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
હવે મહારાષ્ટ્રમાંથી પ્રતિબંધો દૂર થયા છે અને ધીમે-ધીમે પ્રોડકશન હાઉસ શોની ટીમ સાથે મુંબઈ પાછા આવી રહ્યા છે. હવે સીરિયલોના આગામી એપિસોડમાં કલાકારો પોતાના મૂળ સેટ પર જોવા મળશે.