Gujarat માં માદક દ્રવ્યોની હેરા-ફેરી અટકાવવા નવી પોલીસી
હું પણ સીગારેટના રસ્તે ચઢ્યો,PM એ પાછો વાળ્યો -સંઘવી
ATSના સૂચન પછી મુખ્યમંત્રી પટેલે કર્યો નિર્ણય
રાજ્યમાં યુવાધન નશાખોરીના રવાડે ચઢી ગયું છે.નશાયુકત પદાર્થો અને માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યૌવનને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, આ લત બૂરી છે જે શરીર અને મનને ખોખલાં કરી નાખે છે.
માટે આ રસ્તો ત્યજી દઈ સન્માર્ગે વળવા અપીલ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ પીવાની લતમાં આવી ગયો હતો.પરંતુ PM નરેન્દ્ર મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે ત્યજી દીધી છે.યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે યુવાઓ પણ ડ્રગ્સ ફ્રી Gujarat ના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બદબાર કરી રહ્યું છે.અને આ દૂષણને નાથવા યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે
ત્યારે જ આપણે, આપણા યૌવનને સાકાર કરી શકીશું.
Gujarat ની છાપ ધૂંધળી
Gujarat માં છેલ્લા બે ત્રણ મહિનામાં ઝડપાયેલા નશીલા પદાર્થના જથ્થાનાં કારણે હવે Gujarat ની છાપ પણ બહારના રાજ્યોમાં પંજાબ જેવી થતી જાય છે. બહારના રાજ્યો હવે ‘ઉડતા Gujarat ‘ના ઉલ્લેખથી Gujarat ને બદનામ કરે છે. હકીકત એ છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કે ઈરાનના રસ્તે Gujarat ના સમુદ્રી વિસ્તારોમાંથી ઘૂસાડાતા ડ્રગ્સનાં પરિણામે Gujarat ની છબી ખરડાઈ છે.પણ,આ છબીને ધૂંધળી થતી અટકાવવા રાજ્ય સરકારે એક નવી પોલીસી બનાવી છે. પોલીસી અંતર્ગત કેફી પદાર્થની માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે.
રાજ્ય સરકારની પોલીસી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી પોલીસી અંગે માહિતી આપતા કહ્યું કે, કેફી અને નશા કારક પદાર્થના વેપાર પર લગામ કસવા સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેન્ચતો હોય તેની બાતમી આપનારને પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમીદાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું આયોજન વિચારાયું છે.આ પોલીસીમાં બાતમીદારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે.ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ATS તરફથી સૂચન મળ્યા બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી નવી પોલિસી લાવવામાં આવી છે.જેમાં જપ્ત કરેલ મુદ્દામાલના 20 ટકા સુધી રિવોર્ડ આપવામાં આવશે.અને સરકારીકર્મીઓ માટે 2 લાખથી વધુનું રિવોર્ડ નહીં આપવામાં આવે,તેમ પણ ઉમેર્યું હતું.
આ કારણે દેશમાં ઊભી થઈ કોલસાની અછત, Charcoal મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જાણો…
હવે ફેલાશે ફફડાટ
ઉલ્લેખનીય છે કે, કંડલા પોર્ટ પર 21 હજાર કરોડના કેફી દ્રવ્યનો મુદામાલ ઝડપાયા પછી,મહેસાણા, અમદાવાદ,સાબરકાંઠા માં પણ લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાયો હતો.નશીલા પદાર્થ સાથે કેરિયરની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છમાં ક્રિક વિસ્તારમાંથી પણ છેલ્લા બે વર્ષમાં 1552 કિલો કેફી પદાર્થ ઝડપાયો છે. સરહદ પરની એજન્સીઓનું માનવું છે કે, આ માદક દ્રવ્યો પાકિસ્તાન તરફથી આવે છે. કંડલા પોર્ટ પર આવેલા બે કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાન થઈને આવ્યા હતા જેમાંથી 21 હજાર કરોડનો નશીલો પદાર્થ ઝડપાયો હતો. ગૃહ મંત્રીની આ પ્રોત્સાહક જાહેરાતથી રાજ્યમાં નશીલા પદાર્થીની હેર-ફેર કરનારા તત્વોમાં ફફડાટ ફેલાશે