અમેરિકાથી કેનેડા અને યુરોપ જવા ઈચ્છતા લાખો ભારતીયો માટે હવે સારા સમાચાર છે. કોરોનામાં લાંબો સમય પ્રતિબંધીત રાખ્યા બાદ હવે યુનાઈટેડ આરબ (UAE) અમીરાતે ભારત સહિત અનેક દેશોના યાત્રીકો માટે ટ્રાન્સીસ્ટ ફલાઈટની મંજુરી આપી દીધી છે.
UAEના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય (એમઓએફએઆઇસી) અને નેશનલ ઇમરજન્સી કટોકટી તથા આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એનસીઇએમએ) દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે યુએઈના નાગરિકોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, નામિબીયા, ઝામ્બીઆ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, સીએરા લિયોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
મતલબ કે ભારતના યાત્રીકો UAE થઈને વિદેશની સફર ક્રી શકશે. તા.5 થી આ સુવિધા મળશે જેમાં મુસાફરોએ 72 કલાક પુર્વેના કોવિડ નેગેટીવ રિપોર્ટ આપવાનો રહેશે. કોરોનાના કેસ જોતા UAE એ ભારત ઉપરાંત પાકિસ્તાન, નાઈજેરીયા સહિતના દેશોના યાત્રીકોને ટ્રાન્સીસ્ટ ફલાઈટની મંજુરી આપી ન હતી. જેના કારણે અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ કે જોબ માટે જવા ઈચ્છતા લોકોને ઉંચા ભાડા ખર્ચીને બીજા રૂટ પરથી જવાની ફરજ પડતી હતી.
UAEના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય (એમઓએફએઆઇસી) અને નેશનલ ઇમરજન્સી કટોકટી તથા આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એનસીઇએમએ) દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે યુએઈના નાગરિકોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, નામિબીયા, ઝામ્બીઆ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, સીએરા લિયોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
જયારે અગાઉથી બુકીંગ કરાવનાર માટે તો વધુ મુશ્કેલી હતી.
UAE એ પુર્વ અને પશ્ચીમ વચ્ચેનું મુખ્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હબ બની ગયું છે અને તે રૂટ પર સ્પર્ધાના કારણે વિમાની ભાડા પણ ઓછા છે તથા વિશ્ર્વની મોટાભાગની એરલાઈન આ રૂટ પરથી તેની ફલાઈટસ ઉડાડે છે. UAE ના એરપોર્ટ પર ટ્રાન્સીસ્ટ વાળા મુસાફરો માટે અલગથી લાઉજ પણ બનાવાશે જેથી યુવા એરપોર્ટના મુસાફરો સાથે તેમનો સંપર્ક રહેશે નહી.