ગીર સોમનાથ વેરાવળ-પાટણ શહેર તથા આસપાસના લોકોને આથી જાણ કરવામાં આવે છે કે, વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્મશાનની ભઠૃીમાં સમારકામ ફરજીયાત કરાવવું જરૂરી હોવાથી આગામી ૧૦-દિવસ સુધી ગેસ આધારીત સ્મશાન બંધ રાખવા નગરપાલિકાને ફરજ પડેલ છે. જેથી આપ્તજનોની અંતિમ ક્રિયા માટે આવતા લોકોને વિનંતી છે કે, ભઠૃીનું સમારકામ થાય ત્યાં સુધી પરંપરાગત સ્મશાનની ખાટલીઓનો ઉપયોગ કરવા વેરાવળ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ