- મહારાષ્ટ્રમાં જીનોમ સિક્વેન્સિંગથી ખ્યાલ આવે છે કે જેટલાં કેસ આવ્યા છે તેમાંથી 60% કેસ નવા કોરોના વાયરસના છે.
- ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ B.1.618 કોઈના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યૂન સિસ્ટમને દગો આપી શકે છે.
ભારતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે જેનાથી દેશભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોના દરરોજ આવતા આંકડા એક નવો જ રેકોર્ડ બનાવી રહ્યાં છે. કોરોના દર્દીઓની બેકાબુ થતી સંખ્યા અને મૃત્યુઆંકમાં જોવા મળતો વધારો એક દહેશત પેદા કરી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ટ્રિપલ મ્યૂટન્ટ છે. દેશમાં હાલ કોરોના વાયરસ ભયજનક રીતે ફેલાય ગયો છે. જે દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં લેવાયેલા સેમ્પલમાં જોવા મળ્યો છે. જો કે સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં જીનોમ સિક્વેન્સિંગથી ખ્યાલ આવે છે કે જેટલાં કેસ આવ્યા છે તેમાંથી 60% કેસ નવા કોરોના વાયરસના છે. કોરોનાના આ નવા સ્વરૂપનું નામ રખાયું છે B.1.618 વેરિઅન્ટ. આ પહેલાં ડબલ મ્યૂટન્ટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 હતું.
કહેવાય છે કે ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કોરોના આટલો વધ્યો છે અને હવે ટ્રિપલ મ્યૂટન્ટ જોવા મળતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ નવા ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસમાં નવા જેનેટિક સેટ છે. જેમાં E484K વેરિએન્ટના અંશ પણ છે. ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ B.1.618 કોઈના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યૂન સિસ્ટમને દગો આપી શકે છે. એટલું જ નહીં જેઓને કોરોના સંક્રમણ પહેલાં થઈ ગયો છે, તેમના શરીરમાં રહેલા એન્ટીબોડીને પણ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ફરી વળગી શકે છે.
નવા વેરિએન્ટ ઘણાં દેશોમાં જોવા મળ્યા
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ પશ્ચિમ બંગાળમાં આ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ વાયરસના પ્રાથમિક સિકવન્સ મળ્યા છે. હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે. નવો વેરિએન્ટ B.1.618 જેવો જ વાયરસ અમેરિકા, સ્વીટ્ઝરલેન્ડ, સિંગાપુર અને ફિનલેન્ડમાં પણ મળ્યા છે.
ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટ B.1.618નો પહેલો સેમ્પલ ભારતની બહાર કોઈ અન્ય દેશમાં 22 એપ્રિલ 2020નાં રોજ મળ્યા હતા. આ વેરિએન્ટને પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી. 130 સેમ્પલમાંથી 129માં આ વેરિએન્ટ મળ્યા છે. દુનિયામાં હાલ B.1.168 વેરિએન્ટથી સંક્રમિત લોકોમાંથી 62.5% લોકો માત્ર ભારતમાં જ છે. આ વિશ્લેષણ Outbreak.data પર આપવામાં આવ્યું છે.
નવા મ્યૂટન્ટ કોરોના વાયરસ પ્લાઝમા થેરાપીથી પણ ઠીક થતા નથી
CSIR-IGIBના રિસર્ચર ડૉ. વિનોદ સ્કારિયાના સોશિયલ મીડિયાના મેસેજ મુજબ E484K વેરિએન્ટ ઈમ્યૂન સિસ્ટમથી બચવા માટેની મહારત રાખે છે. તેના જેનેટિક સેટ્સ વિશ્વના અનેક કોરોના વાયરસ વેરિએન્ટ્સમાંથી મળી રહ્યાં છે. E484K જેનેટિક સેટ્સવાળા નવા મ્યૂટન્ટ કોરોના વાયરસ પ્લાઝમા થેરાપીથી પણ ઠીક નથી થતા.
ડૉ, વિનોદ સ્કારિયાએ જણાવ્યું કે, E484Kના રિસેપ્ટર બાઈડિંગ ડોમેન એટલે કે Y145 અને H146 ઈન્સારોના ACE2 રિસેપ્ટર સાથે સીધો સંવાદ કે જોડાણ નથી કરતા, કેમકે આ જેનેટિક સેટવાળા કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીમાં ઘણો બદલાવ થયો છે, જેને હાલ સમજવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
નવા વેરિએન્ટ કેટલાં ઘાતક તે તપાસનો વિષય
B.1.618 અને B.1.617એ મળીના હાલ પશ્ચિમ બંગાળમાં કાળો કેર વરતાવ્યો છે. ડૉ. વિનોદ સ્કારિયાના જણાવ્યા મુજબ હાલ નવા વેરિએન્ટ અંગે વઘુ જાણકારી નથી. અમને તે પણ નથી ખ્યાલ કે તેના સંક્રમણનું સ્તર કેટલું વધશે. કે પછી કોઈ વેક્સિન તેના પર અસર કરશે કે નહીં. તેના માટે વેક્સિન બનાવનારી કંપનીઓએ આ વેરિએન્ટ પર અલગથી જ પરીક્ષણ કરવાની જરૂર રહેશે.
નવા વેરિએન્ટના 40% કેસ હાલ ભારતમાં
ગ્લોબલ રિપોસિટરી GISAIDમાં જમા કરવામાં આવેલા ડેટા મુજબ ભારતમાં હાલ B.1.618 મ્યૂટન્ટ કોરોના વાયરસના કુલ 12 ટકા કેસ છે. આ વાયરસ છેલ્લાં 60 દિવસમાં લોકોને સંક્રમિત કરનારો ત્રીજો સૌથી ભયાનક સ્ટ્રેન છે. B.1.617ના 28 ટકા મામલાઓ છે. જે બાદ સૌથી વધુ કેસ B.1.1.7 વેરિએન્ટના છે જેને યુકે વેરિએન્ટ કહેવાય છે.