- રાજ્ય સરકારને 400 રૂ. પ્રતિ ડોઝ, ખાનગી હોસ્પિટલોને 600 રૂ. અને કેન્દ્રને 150 રૂ.ના આધારે વેક્સિન વેચવામાં આવશે
- Sonia Gandhi સહિત Rahul Gandhi, કમલ હસન (અભિનેતા-નેતા) અને તૃણમૂલ કોંગ્રેસના પ્રશાંત કિશોરે પણ વિરોધ પ્રગટ કર્યો હતો
કોરોનાના વેક્સિનેશનનો નવો તબક્કો શરૂ થવાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે ગત દિવસોમાં પોતાની કોવિશીલ્ડ વેક્સિનના ભાવ જાહેર કર્યા હતા, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ-અલગ ભાવ નક્કી કરાયા હતા. આ અંગે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસીઓ પર સવાલ ઉઠાવ્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું, એક બાજુ દેશમાં કોરોના મહામારીને પરિણામે હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજનની માત્રા પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહી તેવામાં સરકાર આ પ્રમાણેની નફાખોરીને કેવી રીતે પ્રાધાન્ય આપી શકે છે? સીરમ ઈન્સ્ટિટ્યૂટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે વેક્સિનના અલગ-અલગ ભાવ નક્કી કર્યા છે, જેનો સીધો પ્રભાવ સામાન્ય જનતા પર પડશે.
Sonia Gandhi એ વેક્સિનના ભાવો અંગે વિરોધ પ્રદર્શિત કર્યો
Sonia Gandhi એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પર સંકટનાં વાદળો છવાઈ જશે અને સામાન્ય નાગરિકને વેક્સિનના ભાવ પોસાય તેમ નથી. લોકોને વેક્સિન ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આવી મહામારીને પગલે સરકાર કેવી રીતે એક જ વેક્સિનના 3 અલગ-અલગ ભાવ રાખવાની અનુમતિ આપી શકે છે. સોનિયા ગાંધીએ સરકારને અપીલ કરી હતી કે 18થી વધુ ઉંમરના લોકો વધારે પ્રમાણમાં વેક્સિનેશનની અંદર જોડાઈ શકે એ અર્થે કેન્દ્રએ ભાવ પર અંકુશ લગાવવો જોઈએ.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી દીધી છે, જેમાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો વેક્સિનના નિર્માતાઓનો સીધો સંપર્ક સાધીને વેક્સિનની ખરીદી કરી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતાના ભાવોની યાદી બહાર પાડી હતી, જેમાં રાજ્ય સરકારને 400 રૂપિયા પ્રતિ ડોઝ, પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ અને કેન્દ્ર સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝના આધારે વેક્સિન વેચવામાં આવશે.
Rahul Gandhi એ પણ ટ્વીટ કરી કેન્દ્રની નીતિનો વિરોધ કર્યો
Sonia Gandhi ની પહેલાં Rahul Gandhi એ પણ સરકારની આ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું ઘરમાં ક્વોરન્ટીન છું, પરંતુ સતત સમગ્ર દેશમાંથી મહામારીને લગતા દુઃખદ સમાચાર સાંભળી રહ્યો છું. ભારતમાં માત્ર કોરોના મહામારીએ જ સંકટ ઊભું નથી કર્યું, પરંતુ કેન્દ્ર સરકારની નાગરિકો વિરોધી નીતિ પણ મુશ્કેલીઓ ઉત્પન્ન કરી રહી છે. ખોટા-ખોટા ઉત્સવો અને ભાષણો નહીં, દેશને સમસ્યામાંથી બહાર લાવો- કોઈ ઉપાય બતાવો.
વિવિધ નેતાઓએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા
કોંગ્રેસ સિવાય અન્ય રાજકીય નેતાઓએ પણ વેક્સિનના અલગ-અલગ ભાવો પર સવાલો ઉઠાવ્યા હતા. સુપરસ્ટાર અને નેતા કમલ હસને કહ્યું હતું કે આવી વિકટ પરિસ્થિતિમાં સરકારે લોકોની મદદ કરવાની જગ્યાએ વેક્સિનના ભાવ વધારી દીધા છે. આ તો લોકોના પડ્યા પર પાટુ મારવા સમાન છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરે પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે હજારો લોકો એમ કહી રહ્યા છે કે અમે શ્વાસ નથી લઈ શકતા, અમને શ્વાસ લેવા માટે પણ ઓક્સિજનની આવશ્યકતા છે.