દિલ્હીની LNJP હોસ્પિટલમાં બેડની મુશ્કેલી જોવા મળ્યા બાદ એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે
દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈને લઈને બે હોસ્પિટલની અરજી પર હાઈકોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવે છે તો તેના માટે જવાબદાર અધિકારીઓને ગુનેગાર ગણાવવામાં આવશે. આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો ક્રિમિનલ એક્શન લેવામાં આવશે.
હાઈકોર્ટે કેન્દ્રને પણ નિર્દેશ આપ્યા કે તેઓ પોતાના આદેશોનું કડકપણ પાલન કરાવે. જસ્ટિસ વિપિન સિંઘઇ અને જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું- સરકાર ઈચ્છે તો જમીન-આકાશ એક કરી શકે છે.
હોસ્પિટલે કોર્ટને કહ્યું હતું- બસ 3 કલાકનો જ ઓક્સિજન વધ્યો છે
રોહિણીના સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાઈકોર્ટે એપ્લીકેશન આપી હતી અને કહ્યું હતું કે અમારી પાસે માત્ર 3 કલાકનો જ ઓક્સિજન વધ્યો છે. મેક્સ હોસ્પિટલે પણ ઓક્સિજન સપ્લાઈને લઈને અરજી દાખલ કર હતી. જેના પર કેન્દ્રએ વિશ્વાસ અપાવ્યો હતો કે 370 મેટ્રીક ટન રોજ થતા સપ્લાઈને વધારીને 480 મેટ્રીક ટન કરવામાં આવશે. આ મુદ્દે આજે દિલ્હી સરકારે કહ્યું કે સપ્લાઈ તો વધારવામાં આવી, પરંતુ હકિકત એ છે કે દિલ્હીને માત્ર 80-100 મેટ્રીક ટન ઓક્સિજન જ મળ્યો છે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે હરિયાણાથી જે ટેન્કર મોકલવામાં આવ્યા હતા, તેને પહોંચવામાં મુશ્કેલી પડી અને આ કારણે જ શોર્ટેજ જોવા મળી રહી છે.
કેન્દ્રએ કહ્યું- રાજ્યમાં ઓક્સિજનવાળી ગાડીઓની જવાબદારી DM-SSP પર
કોર્ટને એમ પણ જણાવવામાં આવ્યું કે કેન્દ્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત એક આદેશ જાહેર કર્યા છે જેમાં દેશભરમાં ઓક્સિજન લઈ જતી ગાડીઓને ફ્રી મુવમેન્ટના નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના ડીએમ અને એસએસપી એવા વાહનોને કોઈ પણ જાતના અવરોધ વગર અવરજવર કરાવવા માટે પર્સનીલ જવાબદાર હશે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે એવી ગાડીઓને પર્યાપ્ત સુરક્ષા આપવામાં આવે. આવું કરવામાં જો અધિકારી નિષ્ફળ રહ્યાં તો તેમની સામે ક્રિમિનલ એક્શન લેવામાં આવશે.