કોરોનાની સારવાર માં મુખ્યમંત્રી દ્વારા કરાયેલ જાહેરાત મુજબ અમૃતમ કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલો માં સારવાર આપવામાં આવતી નથી તે અંગે. ગુજરાત માં કોરોના મહામારી અન્વયે સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઇ જતા ગરીબ અને સામાન્ય વર્ગ ના લોકોને કોરોનાની મોંઘી સારવાર પરોળતી ન હોય આથી ખાનગી હોસ્પિટલોમાં અમૃતમ કાર્ડ હેઠળ સારવાર માટે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે . પરંતુ હકીકત એ છે કે કોઈ ખાનગી હોસ્પિટલ કોરોનાની સારવાર અમૃતમ કાર્ડ હેઠળ કરતી નથી.આથી આ જાહેરાત માત્ર કાગળ ઉપર રહેલ છે .
અને કોરોનાના દર્દીઓ તથા સગવાલાઓ એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ રજળી રહ્યા છે.અને સારવાર ના અભાવે કેટલાય નું મૃત્યુ થઇ રહેલું છે.તે કળવી વાસ્તવિકતા છે.આ ઉપરાંત મહાનગરપાલિકા એરિયામાં આરોગ્ય કેન્દ્ર જે આવેલા છે . તેમાં દરરોજના જે ટેસ્ટીંગ થાય છે . તેમાં કોરોનાના કેસ કેટલા પોઝીટીવ આવે છે . તેના કોઈ આકંડા જાહેર કરવામાં આવતા નથી .
આ ઉપરાંત બજે લોકો કોરોના પોઝીટીવ આવેલ હોય અને ઘરે હોમ આઈસોલેશન માં રહીને સારવાર લેતા હોય તેના આકંડા પણ જાહેર થતા નથી.કે તેની વિગતો પણ જાહેર થતી નથી.આથી આવા કોરોના પોઝીટીવ દર્દીના કુટુંબીજનો તથા પોઝીટીવ પોતે શહેર માં ખુલ્લેઆમ ઘૂમતા હોય.આથી આવા સુપરસ્પેડર મારફત કોરોના નું સંક્રમણ દીવસેને દિવસે ફેલાઈ નહિ તો શું થાય ?
- સરકારી વહીવટી તંત્ર અને આરોગ્ય નું તંત્ર આ અંગે વ્યવસ્થા ગોટવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે.લોકોને કોરોનાની સારવાર માટે ramdesiviri ઈજેકસનો મળતો નથી.આ ઈન્ડેકસનો ના કાળા બજાર થાય છે . હોસ્પિટલોમાં કોરોના ના દર્દીઓને સારવાર ના અભાવે બહાર વેઇટીંગ માં રહેવું પડે છે.અને એમ્યુનોલેસિક લાંબી લાઈનો લાગે છે.તો વહીવટી તંત્ર કરે છે શું ? સમગ્ર શહેર ની જનતા ભગવાન ભરોસે હોય એવું જણાય છે.નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકાર ને સુનવાણી જે 1 ફટકાર લગાવેલ છે . તે પછી પણ કોઈ સુધારો થયો હોય તેવું જણાતું નથી.આથી શહેર અને જીલ્લા ના દર્દીઓને તાકીદે સારવાર મળે . પુરુષ ઓકસીજન મળે હોમ આઇસોલેટેટ દર્દીઓ ને પુરતી સારવાર મળે.તેમજ તેના દ્વારા કોરોનાનો ફેલાવો ન થાય.તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી થવી જરૂરી છે . જરૂર પડે લશ્કરના સૈનિકો ના હવાલે જામનગર શહેર ને કરવું જોઈએ .કમિશનર ને સંબોધી ને અલતાફભાઇ.ખફી પત્ર લખ્યો છે.