રિબ્રાન્ડિંગ સંભવત Facebook ની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે.
સોશિયલ મીડિયા જાયન્ટ Facebook ઇન્ક આગામી સપ્તાહે મેટાવર્સના નિર્માણ પર પોતાનું ધ્યાન પ્રતિબિંબિત કરવા માટે નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે, the Verge એ આ બાબતની સીધી જાણકારી ધરાવતા સ્રોતને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
Verge એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, Facebook ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા કરશે પરંતુ તે પહેલા જ નામની જાહેરાત થઈ શકે છે.
અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે, રિબ્રાન્ડિંગ સંભવત Facebook ની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે, જે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ અને વધુ જેવા જૂથોની દેખરેખ રાખશે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક એ જાહેરાત કરી હતી કે તે ઈન્ટરનેટનું વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન ‘metaverse’ બનાવવા માટે યુરોપિયન યુનિયનના દેશોમાં 10,000 નોકરીઓનું સર્જન કરશે. ફેસબુક આ ડિજિટલ દુનિયાને ભવિષ્ય માને છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છેલ્લા કેટલાક સમયથી આ metaverse ના ખ્યાલ પર અવાજ ઉઠાવી રહ્યા છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ખ્યાલ વાસ્તવિકતામાં ફેરવાશે, ત્યારે તે વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વ વચ્ચેનો તફાવત ભૂંસી નાખશે. ઉદાહરણ તરીકે, આ ટેકનોલોજી સાથે, કોઈપણ જે વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા પહેરે છે તેને લાગશે કે તેઓ મિત્ર સાથે રૂબરૂ વાત કરી રહ્યા છે, પછી ભલે તેમનો મિત્ર હજારો માઇલ દૂર બેઠો હોય અને બંને ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય.
Facebook સર્વર ડાઉન થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, માત્ર 7 કલાકમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર
Facebook એ બ્લોગપોસ્ટમાં લખ્યું, ‘આ metaverse માં નવી સર્જનાત્મક, સામાજિક અને આર્થિક શક્યતાઓના દરવાજા ખોલવાની ક્ષમતા છે અને યુરોપિયનો તેની શરૂઆતથી જ તેને આકાર આપવા માટે કામ કરશે. આજે અમે આગામી પાંચ વર્ષમાં યુરોપિયન યુનિયનમાં 10,000 અત્યંત કુશળ નોકરીઓ ઉભી કરવાની જાહેરાત કરી રહ્યા છીએ. Facebook એ કહ્યું છે કે તેમાં ભરતી હેઠળ ‘અત્યંત વિશિષ્ટ ઈજનેરો’ સામેલ થશે, પરંતુ આ સિવાય તેણે કોઈ માહિતી આપી નથી.’