Tata એ લોન્ચ કરી નવી કાર
ફક્ત 21 હજારમાં કરાવો બુક
જાણો શું છે કિંમત અને ફિચર્સ
Tata Motors એ પોતાની નવી કાર ટાટા પંચ ભારતમાં લોન્ચ કરી દીધી છે. આમ તો લોન્ચિંગ પહેલા જ Tata Punchની તમામ ખૂબીઓ વિશે ખૂબ જ ચર્ચા થઈ ચુકી છે પરંતુ નવી Tata પંચ કારની કિંમતોનો હવે ખુલાસો થયો છે.
ટાટા મોટર્સે Tata Punch કારની શરૂઆતી કિંમત 5.49 લાખ રૂપિયા નક્કી કરી છે.
ફક્ત 21,000 રૂપિયામાં બુક કરાવો આ કાર
Tata Motorsની સબ-કોમ્પેક્ટ SUV Tata Punchને ગઈ 4 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. ટાટા મોટર્સનો દાવો છે કે તે તેમના સેગમેન્ટની સૌથી સારી કાર છે. Tata Punchની પ્રી-બુકિંગ 4 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. તમે આ કારને ફક્ત 21,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. ટાટા Motorsનો દાવો છે કે મેનુઅલ ટ્રાન્સમિશન પર આ એસયુવી 18.97 કિમી પ્રતિ લીટર અને AMT પર 18.82 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે.
ટાટા આ નવી એસયુવીમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન ઓપ્શન છે. આ કાર 6.5 સેકેન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાક અને 16.5 સેકેન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની રફતાર પકડી લે છે.
Tata Punchના ઈન્ટિરિયર અને ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં 7 ઈંતનું ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. સ્ટીયરિંગ કંટ્રોલ, 366 લીટર બુટ સ્પેસ, ફ્રંટ અને રીયર પાવર વિંડો, એડઝસ્ટેબલ ડ્રરાઈવર સીટ, ક્રૂઝ કંટ્રોલ, રીયલ ફ્લેટ સીટ, ફુલી ઓટોમેટેડ ટેમ્પેચર કંટ્રોલ જેવા ફિચર્સ તમને આકર્ષિત કરશે. ટાટા Punch કારને ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટીના લિહાજથી પાંચ સ્ટાર રેટિંગ મળી છે.
ટાટા પંચના સેફ્ટી ફિચર્સ
ટાટા Punch કારને ગ્લોબલ એનકેપ ક્રેશ ટેસ્ટમાં એડવ્ટ સેફ્ટીના લિહાઝથી પાંચ સ્ટાર રેટિંગ મળ્યા છે. સેફ્ટીના લિહાઝથી આ કારમાં ડુઅલ એરબેગ આપવામાં આવ્યા છે. ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશનની સાથે એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ અને કોર્નર સેફ્ટી કંટ્રોલ મળશે.
Tata લાવી રહી છે સસ્તી ઈલેક્ટ્રોનિક કાર, સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી. જાણો કીમત અને ફીચર્સ
ટાટા મોટર્સનું કહેવું છે કે આ સેગમેન્ટમાં પહેલો બ્રેક સ્વે કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે. કાલમાં ચાઈલ્ડ સીટ માટે એન્કર પોઈન્ટ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડ્રાઈવર એન્ડ કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાન્ડર, ટાયર પંક્ચર રિપેયર કિટ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
Tata punch SUV Price
ટાટા પંચની કિંમતોની વાત કરવામાં આવે તો તેની સ્ટાર્ટીંગ પ્રાઈઝ 5.49 લાખ રૂપિયા છે. આ કિંમતમાં પેટ્રોલ મેન્યુલ એન્જિન આપવામાં આવ્યું છે. તેના ટોપ મોડલની કિંમત 8.79 લાખ રૂપિયા છે. ટાટા પંચ કાર બ્લુ, રેડ (Calypso Red), Meteor Bronze, એટોમિક ઓરેન્જ, ટ્રાપિકલ મિસ્ટ, ડાયટોના ગ્રે અને સફેદ (Orcus White) રંગોમાં લોન્ચ કરવામાં આવી છે.